Quotes by Bhatt Rupal in Bitesapp read free

Bhatt Rupal

Bhatt Rupal

@rupbhatt13gmailcom


#હું_મારું_અસ્તિત્વ

શ્રેણી- 2,

તમે જેઓ કે મારા સોંદર્યને જોણો છો અને જોવો છો, તે સૌ મને નથી જાણતા કે જોતા. મારુ અસ્તિત્વ, મારી મૌલિકતા, મારો સ્વ, મારી વિશીષ્ટતા, મારુ પોતીકું એ સઘળું જ કે જેના થકી હું બની છું. તમે એ કાંઇ જ નહી જાણી શકો કે જોઈ શકો સીવાય કે બાહ્ય સુંદરતા. જ્યારે હું તમારી સાથે હોઈશ તો તમે એમ કહી શકશો કે તમે એક રૂપસુંદરી સાથે છો, પણ કદીય એમ નહી કહી શકો કે “મારી” સાથે છો. દેહશોષ્ઠવ અને દેખાવથી આકર્ષાયેલા તમે સૌ મારાપણાથી વંચિત જ રહેશો. સદાયને માટે માત્ર બાહ્ય આકૃતિની વાસના તમને ડંખશે. તમે સોંદર્યને જ નીહાળશો તો હું વિલીન થઈ જઇશ. પણ મને નીહાળી શકશો તો સદાય તમારી અંદર રહીશ. હું રૂપસામ્રાગીની ઉપરાંત એક વ્યક્તિત્વ તરીકે જાણવી હોય તો જ જાણજો મને.
રૂહાની…..

Read More