Quotes by Nishant ruparelia in Bitesapp read free

Nishant ruparelia

Nishant ruparelia

@rupareliya39gmail.com


જેટલો તારા ગાલ પર તિલ શોભે છેને,
એના કરતાં તારો મારો સાથ વધુ શોભશે..

આમ તો અમને એનાથી કોઈ વાંધો નથી,
પણ મારા પ્રેમ નો ખલાસી તને જ શોધશે...

-નિશાંત

Read More

પાગલ એવો હું તારા સ્વપ્ને થાતો
જ્યારે જોઈ રહેતો તારી આંખો

એમાં ડૂબતો ત્યારે જ હું આખો
જ્યારે સતાવે તું ને તારી વાતો

-નિશાંત

Read More

મળવા આવું ત્યારે ગોળ વીંટળાઈ જાય છેને
પ્રેમ ની ભાષા માં એને ભેંટવું કહે છે
મને જોઈ ને જે તારા માં લાગણી ફૂટે છેને
ઇશ્ક ની ગલિયો માં એને મહેકવું કહે છે

પછી તું જે મને ભેંટે છે ત્યારે મારું શું થાય,
એ તું ક્યાં જાણે છે..
તું આવી ને ગળે ચાંપે છે ત્યારે મારુ શું થાય,
એ બસ તું જ માણે છે..

-નિશાંત

Read More

નહોતું વિચાર્યું આમ તું મારી મરજી સ્વીકારીશ
મારા માત્ર ત્રણ શબ્દ થી જ તું મને અપનાવીશ

ત્રણ શબ્દો ને જ તો મારા જામીન રાખ્યા છે
કઈ કેટલાય સપના તારા મેં ગૂંથી રાખ્યા છે

પુરા એને હું કરીશ, તું વિશ્વાસ રાખ તો ખરા
તું બસ મારા હાથે, આ ચોકલેટ ચાખ તો ખરા..

હેપ્પી ચોકલેટ ડે..

-નિશાંત

Read More

મેં લાગણી થી આપેલું ગુલાબ તે રાખ્યું,
શું એના પાંદડા ને તે સહેજ ચાખ્યું ?

મેં એમાં મારા પ્રેમ નો સ્વાદ નાખ્યો છે
મીઠી મારી લાગણી નો ભાર રાખ્યો છે..

ભાર થી જ તારા માટે એક નાદ નાખ્યો છે
એ નાદ માં તને પ્રેમ પ્રસ્તાવ આપ્યો છે..

હેપ્પી પ્રપોઝ ડે

-નિશાંત

Read More

લાગણી ના વન ને વગડા થી છીનવી લઉં છું,
ગુલાબ જેવો જ તારો પ્રેમ હું ગીરવી લઉં છું..

છોડ ગુલાબ માંથી એક ગુલાબ કાપી લઉં છું,
પછી એજ ગુલાબ માં નામ તારું છાપી દઉં છું..

-નિશાંત

હેપ્પી રોઝ ડે...

Read More

હું મંજિલ નો ગુલામ નથી..
પણ ખ્વાહિશ એટલી જ.

તું સાથે જો હોય તો..
મંજિલ થી પણ આગળ જવું છે..

-નિશાંત

તારી લહેરાતી લટો ની કશિશ કાંઇ અલગ છે
બેરંગ દુનિયા માં રંગ ભરતી એની ઝલક છે

ગગન ના ફલક નો મલક
જો કેટલો અલગ છે...
ચલ રહીયે હવે ત્યાં જ,
જ્યાં પ્રેમ ની ગઝલ છે

-નિશાંત

Read More