Quotes by Rupal in Bitesapp read free

Rupal

Rupal

@rupal0411gmail.com3168


એકમેક થઈ ભીંજાઈએ
વ્હાલમા વરસાદમાં,
ચાલ ને ક્યાંક જઈએ
હાથ લઇને હાથમાં!!

-Rupal

શબ્દોનો પણ સ્પર્શ અલૌકિક છે.!!
લખું છુ કવિતા તારા ઉપર
અને
કાગળ ગુલાબી થાય છે.!!!

-Rupal

મળ્યા વિનાની કેવી અજબ છે ઓળખાણ
દરેક ક્ષણમાં છે તુ
અને
તારામાં જ છે દરેક ક્ષણ

-Rupal

સંબધ એ જ સાચો
જ્યાં વેદનાના વાદળ ધેરાય
એ પહેલા જ
હેતના મેઘ વરસે..

-Rupal

અમુક સંબધ જીંદગી બદલી નાખે છે.
મળે તો પણ
અને
ના મળે તો પણ!!

-Rupal

તમે પાંપણના પલકારે વાત કહી દીધી
અમે શ્વાસના ધબકારે રાત કરી દીધી.

-Rupal

આપણા દેશની માટી એ શુરવીર જવાનોની બલિદાનનું ચંદન છે.

તમે જરૂરી શું થયા જીવનમાં
અમે અધૂરા થઈ ગયા

-Rupal

નવા સપના
નવો ઉમંગ
નવો ઉત્સાહ
નવી વિચારશક્તિ
અને
સકારાત્મકતાથી
આવકારીએ
૨૦૨૨ ને

-Rupal

દિલમાં દર્દ તો બધાને હોય છે.
કોઈ લખી શકે છે.
કોઈ વાંચી શકે છે.

-Rupal