I like Nature, Culture, An Art and Literature. I Respect all An Artist, God , Family and Girls/womes.I Love Music because Music is My Love ,Life and God

મા ગીતા... (કટાવ છંદ)

વેદોનો વિશ્વાસ છે ગીતા..
ઋષિઓ કેરી આશ છે ગીતા...

રમતા રમતા જીવન જીવું..
એ કાવ્યનો પ્રાસ છે ગીતા...

નાચે માથે લઇને ઇમરસન..
સ્ફૂર્તીનો એવો વાસ છે ગીતા...

જન્મદિવસ જેનો માણીએ..
ગ્રંથોમાં એક ખાસ છે ગીતા...

ખેતર છે આ જીવન મારું..
ને વાવણીનો ચાસ છે ગીતા..

જીવ જગત ને જગદીશ તણી..
ઓળખ આપતો પાસ છે ગીતા...

છે જવાબ "જગત"ના પ્રશ્નોના ..
કૃષ્ણ તણો એ શ્વાસ છે ગીતા...

(જગત)

Read More

ખીણે શિખરથી ઝાઝા પાણી વધુ ગયા છે,
લોકો અમોને ખુદથી જાણી વધુ ગયા છે.

આ તો થયા હજુ છે ઓછા મિલન તમારા,
સ્મરણો અમોને જળથી તાણી વધુ ગયા છે.

દુધમાં પડેલ માખી જેવું જીવન અમારૂં,
દિવસોય ધૂળ ને હા ધાણી વધુ ગયા છે.

મહેમાન મુખ ગાતા ગુણગાન મારી મા'નાં,
આંગણને આભથી પણ માણી વધુ ગયા છે.

જેસલ જે ઝળહળે છે કારણ છે માત્ર એક જ,
ભવ તારવાને તોળી રાણી વધુ ગયા છે.

- માવજી એમ આહીર

Read More

એકવાર આવીને તો જો....

હું તો રોજ કાનો બનીને આવુ છું...
ક્યારેક રાધા બનીને આવી તો જો..!!

હું તો રોજ તારી રાહ જોવુ છું...
ક્યારેક રુક્ષમણી બનીને બોલાવીતો જો..!!

હું તો રોજ ગોધન લઇ નિકળુ છું...
ક્યારેક ગોપી બનીને પુકારી તો જો..!!

હું તો રોજ ગીરીઘર બની આવું છું...
જરીક લાકડીનો ટેકો આપી તો જો...

હું તો રોજ ગીતાને ગાઉ છું...
ક્યારેક અર્જુન બનીને સાંભળીતો જો..!

હું તો ભવેભવ જગતમાં આવુ છું...
ક્યારેક યશોદા બનીને ઝુલાવી તો જો..!..

(જગત)

Read More

*શબ્દ:- કન્યા વિદાય*
*પ્રકાર:-* પદ્ય

ખાલી થઈ ગયું ઘર આયખું ખાલી કરતી ગઇ,
આંગણું શોભાવતી કિશોરી કંકુ પગલા કરવા ગઇ.

ચોરીના ફેરે ફેરે લાડકી કિશોરી પારકી થતી ગઇ,
વળી વળી જોતી જોતી લાડકી કન્યા વિદાય થઈ,

સળગી રહ્યો અગ્નિ હૈયામાં મંડપ વધાવતી ગઇ,
કન્યા વિદાયની વસમી વેળા પિતાની પરી ગઇ.

ઉજ્જડ વગડો લાગે આંગણું નાનકી મોટી થઈ,
કન્યા વિદાયની ઘડી બાપની આંખ ન ભીની થઈ.

ભાંગી પડ્યો બાપ ધ્રુસકે રડ્યો પડ્યો ભફ દઈ,
કન્યા વિદાયની વસમી વેળા પિતાની પરી ગઇ.


યોગેશ વ્યાસ
પ્રથમ નંબરે વિજેતા કૃતિ

Read More

ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ?
ઓઢણીએ કીધું કે : ઊડવા…

ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું
તો ઓઢણી ક્યે: હવે ઝાલ્યો, ઝાલ્યો !
ઓરડાએ કીધું : અલી, મારી મરજાદ રાખ
હું તને કઇ પા-થી સાલ્યો ?
ના, નહીં જાવા દઉં… ના, નહીં – એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા

ઊંબર બોલ્યો કે : હું તો આડો નડીશ,
તયેં ઓઢણી બોલી કે : તને ઠેકશું,
ફળિયું ક્યે : અરરર, તો ઓઢણી ક્યે: મર્ર,
તને પાંચીકા જેમ ક્યાંક ફેંકશું
વાયરાએ કીધું કે : હાલ્ય બાઇ, ચોંપ રાખ્ય, અમે તને નહીં દૈયેં બૂડવા

ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે: ક્યાં હાલ્યા?
ઓઢણીએ કીધું કે: ઊડવા…

રમેશ પારેખ

Read More

*ઘટના*
પ્રકાર પદ્ય , અછંદાસ

સમજદાર બનવામાં આ જીંદગી રોળાય ગઇ,
અણધારી એક ઘટના, ને જીંદગી બદલાઈ ગઈ.

ઝઝૂમતો રહ્યો જવાબદારીમાં જીંદગી ઘટતી ગઇ,
ઘટના એવી ઘટતી રહી જવાબદારી વધતી ગઇ.

સજાવું હજું સંસારરૂપી ઉપવન કોયલ ઉડી ગઇ,
આઘાતના અવનવા બનાવમાં જીદંગી ઢળતી ગઇ.

પરિશ્રમ કરી કરી સજાવી જીંદગી રમત રમી ગઇ,
સ્વપ્ન પરી કલેજાનો ટુકડો કોળિયો ઝુંટવી ગઇ.

સુખ ચેઈન સમૃદ્ધિ પ્રતિષ્ઠા સઘળું સાથે લેતી ગઇ,
અણધારી ઘટના ઘટી જીવનની દિશા બદલી ગઇ.


યોગેશ વ્યાસ
(દ્વિતિય નંબરે વિજેતા કૃતિ)

Read More

તમને ફુલ દીધાનુ યાદ
*********************

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટકરીઓની સાખે તમને ફુલ દીધાનુ યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતર શેઢે, સોનલ.....
અમે તમારી ટગરફુલ-શી આંખે ઝુલ્યા ટગર ટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેલીઓને તમે ટેરવા ભરી કેટલી વાર પીધાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફુલ દીધાનું યાદ
અડખેપડખેના ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં ફરતાં
એકલદોકલ કોઈ ઊછળતું સસલું દોડી જતાં ઝાંખરા પરથી પર્ણો ખરતાં
તરે પવના લયમાં સમળી તેનાં છાયાં છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા
ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઉડી એકસામટું
પાંખ વીંઝ્તું હવા જે વડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ

ઝાડ ભૂલ્યાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

= કવિ રમેશ પારેખ

Read More

#મનપાંચમના_મેળામાં

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

રમેશ પારેખ

Read More

#જીવન ... (કટાવ છંદ)

શોધો તો સરિતા નીકળે છે..
વાવો તો વનિતા નીકળે છે...

શબ્દો નો ચાહક પણ છું હું..
કાપો તો કવિતા નીકળે છે...

સુર સાથે ક્યારેક મથી લઉં છું..
સરગમ ની પ્રણિતા નીકળે છે...

કામ મને મારું ગમતું છે...
આપો તો અમિતા નીકળે છે...

છે જગતની જંજાળો ઓછી..?
ભોર ભયે અનીતા નિકળે છે...

(જગત)

Read More

*જીંદગી*

જીવવાની જીજીવિષામાં ઝઝુમતી રહે છે જીંદગી,
એક સાંધે તો તેર નાકા નાકા તોડે છે આ જીદંગી.

બહું ઝિદે ચડે ભફાંગ ભફ પછડાય છે આ જીદંગી,
જીવવાની જીજીવિષામાં ઝઝુમતી રહે છે જીંદગી.

સ્વાર્થમાં જીવાય વગર સ્વાર્થે ક્યાં થાય છે બંદગી.
જીવવાની જીજીવિષામાં ઝઝુમતી રહે છે જીંદગી.

શ્વાસ ન લેવા દે સ્વાર્થે સ્વાર્થે બદલાય છે જીંદગી,
જીવવાની જીજીવિષામાં ઝઝુમતી રહે છે જીંદગી.

પરમાર્થનાં પાટિયા ઉતારો સ્વાર્થમાં લપેટાય જીંદગી,
જીવવાની જીજીવિષામાં ઝઝુમતી રહે છે જીંદગી.


યોગેશ વ્યાસ

Read More