Quotes by Rikeen Machhi in Bitesapp read free

Rikeen Machhi

Rikeen Machhi

@rikeen


ठहर कर सूरज देखता ही नही,
रोज़ शाम सँवरती है उसके लिए...

ક્યાં અને કેટલા વળાંકો આવશે કોને ખબર,
હજુ તો રસ્તા સાથે ઓળખાણ ચાલે છે....

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.....

કેવા શુકન માં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘર થી નિકળી નદી કદી પાછી વળી નથી...

“શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!”

મૃત્યુ.....

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવા શબરી થવું પડે.

દર્શન પ્રભુના પામવા ક્પરી કસોટી છે,
અર્જુનના રથના ચક્ર્ની ધરી થવું પડે.

બદલાની અપેક્ષા વિના સત્કર્મ જો કરો,
પત્થરના દેવને ક્દી પ્રગટી જવું પડે.

પાણી થવાને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.

સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’
જોવા તમાશો એક્વાર ગુજરી જવું પડે

- રવિશંકર ઉપાધ્યાય ‘રવિ’

Read More

અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું એકલો છું,
બીજી નજરથી જુઓ તો, સાથી કોઇ નથી ને હું કાફલો છું...

કેવા હતા એ દિવસો.......

સ્કૂલમાં ‘ઉદ્યોગ’ નામનો વિષય હતો, પણ ‘સ્કૂલ’ નામનો કોઈ ઉદ્યોગ નહોતો.....

એક ઝાકળ સમી બુન્દ તારી ભીની લટ થી ખંજન તરફ વળે,
આ દ્રશ્ય કયાં રોજેરોજ જોવા મળે..

તારા વાળ માથી નીકળતી અને તારા હોઠ ને સ્પર્શતી એ હવા ની મને ઈર્ષા થાય છે...