Quotes by निर्दोश in Bitesapp read free

निर्दोश

निर्दोश

@renishjijuuuuuu9413


જાણે કેટલું અલગ થઈ ગયું...
આંખે એક આંસું વહી ગયું...
લાગણીઓ છે મબલક તેથી જ...
વહેતાં ની સાથે પ્રેમનું પાણી થઈ ગયું...

-રેનીશ...

Read More

વધી જાય જ્યારે,તો છલકાય જાય છે...
ઓછો પડે જ્યારે,ઢોળાય જાય છે...
ખબર તો અધૂરાશની ત્યારે પડે છે...
પ્રેમ કરનાર જ્યારે,ખોવાય જાય છે...

-રેનીશ...

Read More

વાતાવરણમાં અચાનક લાવે પરિવર્તન...
વાદળીઓ ને જાણે તે આપ્યું નિમંત્રણ...
હું કેટલો સહજ કે સમજુ ઈશારો...
વધારી દે જે મુલાકાતનું આવર્તન...

-રેનીશ...

Read More

હું આવ્યો એવો તને ક્ષણિક ભાસ થાય...
યાદો માં દિવસ અને સ્વપ્ને રાત થાય...
કરે યાદ તું અને રણકે તારોજ મોબાઇલ...
આયોજન એવું કે તું ઈચ્છે ને વાત થાય...

-રેનીશ...

Read More

પૂછ્યું એટલે કહું છું...
હાં દિલમાં તું રહું છું...
સરખામણી ન કરતી કદી...
સવિશેષ તને ચહુ છું...

-રેનીશ...

ચાલ અચાનક ફરી આવીએ...
દૂર સુધીની દોટ લગાવીએ...
હાથ ફેલાવું તો ફક્ત તું મળે...
સાથે થોડો સમય વિતાવીએ...

-રેનીશ...

હું ઘણું ફરીને આવ્યો,સાગર પણ તરીને આવ્યો...
લખલૂટ વાતો ઘણી,આમતેમ કરીને આવ્યો...
એકલતાનો કરી પ્રયોગ ,એકલો પણ રહીને આવ્યો...
મનગમતી મોજ કરીને,જિંદગી મજાની જીવીને આવ્યો...
સાચું કહું,હું તને મળવા,ફરીથી આ બાજુ ફરીને આવ્યો...

-રેનીશ...

Read More

મારા થોડાં,ઘણાંખરા તારાં...
છે આભાસી પણ છતા સારાં...
સ્વપ્નો તો આવે રોજ પણ એમાં,
દેખાય એજ જે છે મને પ્યારા...

-રેનીશ...

Read More

દાખવી દશા દર્દમાં દમદાર...
હું હમેંશા હર્ષનો હકદાર...
ભલે ભૂલે ભવ,ભાવ ભજવતા...
કર્યા કરું કર્મનો કઠીન કિરદાર...

-રેનીશ...

Read More

ચાલ ક્યાંક ફરવા જઈએ...
થોડી પળો સાથે રહીએ...
હથેળીઓમાં લાવ હાથ લઈએ...
છે પ્રેમ એકમેકને તો, કહીયે...

-રેનીશ...