Quotes by 【રવ】 in Bitesapp read free

【રવ】

【રવ】

@ravisinhbaradgmailco


બ્લોક થયેલી નળીઓ
બધી ખૂલી થઈ જશે
કડવાશની લાગણીઓ
બધી લૂલી થઈ જશે,
તુ એક વાર જૂના
મિત્રોને મળીને તો જો,
બંધ થયેલા ધબકારા
પણ ચાલુ થઈ જશે !!!
#Friendship

Read More

❛❛રસ્તા તો વિસ્તરી ગયાં
પ્રવાસી ક્યાંક ખોવાયો છે,

મંઝિલ કંઈ એટલી દૂર નથી
ઉમળકો ક્યાંક ખોવાયો છે.❜❜

-【રવ】

Read More

ખૂલવા લાગ્યું છે શહેર
ચાલો મુલાકાત કરીશું...

મોબાઈલ ના લાવશો,
આપણે વાત કરીશું...

【રવ】

ભૂલી જવી જે જોઈએ એ વાત યાદ છે,
બસ એટલે તો આપણી વચ્ચે વિવાદ છે.

શબ્દો હંમેશા એવાં જ હોવા જોઈએ કે...

જે વાંચે એને એમજ લાગે કે આ ફક્ત મારા માટે જ છે...

દરદને પોંખવાનું કામ કંઈ સહેલું નથી હોતું,
સ્મરણમાં રાખવાનું કામ કંઈ સહેલું નથી હોતું!

દિલાસાના શબદ સઘળા અસરને ખોઈ બેઠા છે,
નયન જળ રોકવાનું કામ કંઈ સહેલું નથી હોતું.

પડે દીવાલ જો, આખી ચણી હું એક ચપટીમાં,
તિરાડો પૂરવાનું કામ કંઈ સહેલું નથી હોતું.

અમે તો જન્મ દેનારા, સવાલો પર સવાલોને,
ઉકેલો લાવવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

સુગંધો મોકલી ફૂલો ગજબની ચાલ ચાલ્યા છે,
હવા ને ચૂમવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

જુઓ મારી હથેળીમાં ઊગ્યું તે સર્વ મારું છે,
મળ્યું તે છોડવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

પતંગોની હકીકતથી નથી વાકેફ તું સહેજે ,
બુલંદી પામવાનું કામ કંઈ સહેલું નથી હોતું !

Read More