Quotes by Ravi in Bitesapp read free

Ravi

Ravi

@ravi1032


પોતાને પરખવાનો સમય નથી અને બીજાની ચાલમાં અટવાયેલા વ્યક્તિત્વને -
ડબલ પર્સનાલટી કહે છે. R'vi

ખુલ્લી કિતાબ છું હું..

બસ તને વાંચન કરવાની ઈચ્છા જ નથી.

આજે જાતને એક પ્રશ્ન પૂછું છું,
સમયને હું વાપરું કે, હું જ વપરાઉ છું..

જીવવું થોડું ને પંચાત જાજી..

જમીનની મર્યાદા તો માણસો એ જ નક્કિ કરી હશે,
પણ આકાશનો દસ્તાવેજ કરી બતાવે તો જાણું.

ખરીદી તો તેણે ચાંદ પર જમીન,
પણ ગરીબોના સ્વપ્ન ખરીદી બતાવે તો જાણું.

કાગળ કમાવવાની હોડમાં ભૂલ્યો માનવતા,
પણ માં ની મમતા ખરીદી બતાવે તો જાણુ.

Ravi C. Patel

Read More

વકીલ હતા અમે તો..! શાયર બની ગયા..
પ્રેમ શું કર્યો.. તો : આરોપી થઈ ગયા.