Quotes by Ranveer Algari in Bitesapp read free

Ranveer Algari

Ranveer Algari

@ranveerchanpa010951


બહારનું નિર્જન પણ તને મલક લાગે
જો મારા હ્રદયમા તારી એક ઝલક લાગે

~ રણવીર “અલગારી”

પ્રેમની વાતો કરે ઘણા પણ તે નિભાવી જાણી
વર્ષામાં પણ અશ્રુના, તે ઓળખ્યા છે પાણી
હતાશ થયેલા દિવસો મારા બન્યા આજ ઉજાણી
જીવન આખુ રહુ તુજ સંગે ને ફળે આ ઈશ્વર વાણી

~ રણવીર “અલગારી”

Read More

લોકોને આજે પણ વહેમ છે કે
હું બહુ જલ્દી ઘા જીરવી જાઉં છું

~ રણવીર “અલગારી”

તા. ૭/૫/૨૩

“વિશ્વ હાસ્ય દિવસ” ની શુભેચ્છા મિત્રો 😃😃😃

ચાંદ પણ ભાળ્યો ને ગણ્યા છે તારા
દિવસ તો ઠીક, ક્ષણ રાતના નહી સારા
ને જિંદગી લગાવી છે આખીએ દાવ પર
જીત્યા તો ઠીક નહીતર નસીબ મારા

~ રણવીર “અલગારી”

Read More

ઉનાળાનો તાપ માપી શકાય પણ
હ્રદયની બળતરાનો નહી

~ રણવીર “અલગારી”

વણજારા જેવું જીવન મારુ, તું છે એક મુકામ
ચાલી ચાલીને થાક્યો બહુ, લઈ લઉ હવે વિરામ
દુઃખના ભારા છુટ્યા મારા, જાણે પહોંચ્યા મુક્તિ ધામ
હાશકારો એક છૂટ્યો એવો, જેને સુખ ‘ના’ લાગે તમામ

~ રણવીર “અલગારી”

Read More

તારા હૈયાની બારાખડીમા, એક અક્ષર જોડજે મારો
અરજી હોય તને નામંજૂર તો રોકીશ નહી રસ્તો તારો
પ્રેમના કોઈ ગજબ પુરાવા, મારી પાસેથી નહી મળે
એની માત્રા તો હું જ જાણું છુ ને એક ઉપરવાળો

~ રણવીર ‘અલગારી’

Read More

IG | @ek.algari