Quotes by Rana Tejsinhji Sodha in Bitesapp read free

Rana Tejsinhji Sodha

Rana Tejsinhji Sodha

@ranatejsinhjisodha7543


"લાગે તો ઘણું બધું છે
મને પણ તીર ની જેમ.....

પણ ખામોશ રહું છું 'તેજ'
પોતાની તકદીર ની જેમ..."

❛નસીબ મારું કંઈ આગળ પાછળ જેવું લાગે છે,

લખ્યું હશે ઘણું તોયે 'તેજ' મને કોરા કાગળ જેવું લાગે છે!!!

ખબર નથી શું ખૂંટે છે...!
જરાક વિચાર્યું તો યાદ આવ્યું કે ,
"હું" ની સાથે "તું" ખૂંટે છે ..!!

શિવલિંગ ઈચ્છા ના તોયે કયાં ઓગળ્યા કદી,
થાય 'તેજ' આસું ના અવિરત આ અભિષેક છતાં...

ખડખડાટ હાસ્ય વચ્ચે હૂં મૌન થઈને બેઠો છું.....

મોત પાસેથી જ 'તેજ' હું ઝીંદગીની લોન લઈને બેઠો છું....

આવી છે તારી યાદ કઈક અે રીતે,
છોડી જાય શમણાં આ સવાર જે રીતે.

-તેજસિંહ સોઢા

સુખની દરેક ક્ષણથી હું હવે જોજનો દૂર છું
જીંદગી મારી મહાભારત છે 'તેજ' ને હું વિદૂર છું..

જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા,

જો અમે પથ્થર થયા તો સામા મળ્યાં ટાંકણા !

સમજણના સરનામે પહોંચી
ખરા ખોટા ને તાગી લીધા,

મધદરિયે જઇ ડૂબ્યા ત્યારે
'તેજ' પાણી સૌનાં માપી લીધા.

છેક દરવાજા સુધી આવીને પુછી ગઇ કિસ્મત...!!!

કે તમે જિંદગીથી હારી ગયા કે ફાવી ગઇ આ રમત...!!!