Quotes by Rana બેખબર in Bitesapp read free

Rana બેખબર

Rana બેખબર

@rana1109


વ્યથા પણ વ્યથા જ છે ,
રસ્તા પણ વ્યથા જ છે .

આવ્યા ફાંટા કેટલા !
વળતા પણ વ્યથા જ છે.

મંત્રો પણ કોના રટું,
શ્રદ્ધા પણ વ્યથા જ છે .

ક્રોધ છોડી શુ કરું ,
હસતા પણ વ્યથા જ છે.

હું જે રીતે મળ્યો મને ,
તે લખતા પણ વ્યથા જ છે.

વ્યથા પણ વ્યથા જ છે ,
રસ્તા પણ વ્યથા જ છે .

RANA “બેખબર”

Read More

ગાલગાગા ગાલગાગા ગાલગા

સઘળું ક્યાં કાંઈ જણાતું હોય છે,
એમ જ જીવન ચણાતું હોય છે .

પૂર આવે જ્યાં નયનમાં જાણજે,
ટીપે ટીપે ત્યાં દઝાતું હોય છે .

એક-બે અવસર મળે તો બોલુને,
કેમ ક્ષણક્ષણમાં લખાતું હોય છે .

ઉડવા માટે તો ગગન જોઈએ ને ,
ચાર દીવાલે ઉડાતું હોય છે ?

ને અહમતાના શિખર પરથી બધે,
જાતે જાતે જ પડાતું હોય છે .

દુનિયાદારીની હરકત તો જુઓ ,
અંહી સમણે જ મળાતું હોય છે .

આમ પડછાયાને પૂછી 'કેમ છો?'
એકલું અમથું હસાતું હોય છે !

કિસ્સો જગ જાહેર છે જ આપણો
ને અરીસાને વઢાતું હોય છે ?

ના ગમે તો પાછું વળતું કરી દો,
એમતે કાંઈ મરાતું હોય છે !

RANA "બેખબર"

Read More

Rana "બેખબર"