Quotes by Ramesh M Patel in Bitesapp read free

Ramesh M Patel

Ramesh M Patel

@ramesh3150


આજ થી શરુ થતા પવિત્ર શ્રાવણ માસ આપ સવેઁના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી દેવો ના દેવ મહાદેવ ના ચરણો માં પ્રાર્થના.
 

Read More

जिस गाँव में बारिश न हो वहाँ की फसले खराब हो जाती है ??

और जिस घर में धर्म और संस्कार न हो वहाँ की नस्ले खराब ही जाती है ??

Read More

બધા કહે છે, તને શું અડે છે?
પણ્ બિલ આવે ત્યારે ખબર મનેપડે છે.!
કેમ કે ખિસ્સું મારૂં રડે છે....
અરે આ...સેલ ફોન મને નડે છે...!!

પતિની પાછળ આ સેલ ફોન પત્ની ની જેમ ફરે છે,

સોફામાં બેઠા કે બેડમાં સૂતા એમ જ મને કનડે છે
કંઇક ખોટુ બોલતા આમજ પકડાવી દે છે.
આ સેલ ફોન મને નડે છે.

હાલતા ચાલતા ગમે ત્યારે બોલી પડે છે,
અને ન ઉપાડો ત્યાં સુધી બોલ્યા કરે છે,
આ સેલ ફોન મને નડે છે.

રજા માં પણ બોસ ના ફોન આવ્યા કરે છે,
અને ન ઉપાડો તો બીજે દિવસે હાલત ખરાબ થાય છે.
આ સેલ ફોન મને નડે છે.

રાત્રે પણ સુવા ન દે,
અને એની રીંગટોન જાણે હ્દય માં શુળ ભોંકે છે.
આ સેલ ફોન મને નડે છે.

ફીલ્મ માં પણ્ વાગે ત્યારે બૂમાબૂમ થઈ જાય છે
અને એ બેટો બેઠો બેઠો હસે છે,
આ સેલ ફોન મને નડે છે.

છોકરી ને ફોન કરતા મને પકડાવી દે છે,
પોલીસ ન ડંડા પણ્ એના બાપ ની જેમ પુછે છે,
આ સેલ ફોન મને નડે છે.

વાપરતા તો આનંદ આનંદ થાય છે,
બીલ આવે ત્યારે ખીસ્સુ મારુ રડે છે,
આ સેલ ફોન મને નડે છે.

ભાવનાઓ નો થયો ભુક્કો ને હવે તો,
પત્રો ને બદલે મીસ્ કોલ અને મેસેજ જ થાય છે,
આ સેલ ફોન મને નડે છે.

ભગવાન ને ફરિયાદ કરવા ફોન કર્યો,
તો કહે છે,”તમે ડાયલ કરેલો નંબર હાલ માં વ્યસ્ત છે.”

આ સેલ ફોન મને નડે છે.પણ કરમણની કઠણાઇ તો જુઓ...
એના વગર કોઇને ય ક્યાં ચાલે છે...!!!
શું તમને પણ્ આ સેલ ફોન આમજ નડે છે...!!

Read More

'દિલ ની દરેક વાત હોઠ પર લાવવી જરુરી નથી હોતી. 
કોઇક વાર કોઇ ની યાદમા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.'
પ્લીઝ follow, follow back જરૂર આપીસ

Read More

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે;
દિવાળી હોય ક હોળી બધુ ઓફિસ માં જ ઉજવાય છે.

આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે;
લગ્ન ની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માંડ જવાય છે.

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

પાંચ આંકડા ના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે.
પત્ની નો ફૉન ૨ મિનીટ માં કાપીયે પણ કસ્ટમર નો કોલ ક્યાં કપાય છે.

ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરના પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે;
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જ જાય છે.
કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે,

તમેજ કહો મિત્રો શું આનેજ જિંદગી કહેવાય છે?

દિલ પૂછે છે મારુ, અરેદોસ્ત તું ક્યાં જાય છે?

બદલાતા આ પ્રવાહમા આપણા સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછસે સંસ્કૃતી કોને કહેવાય છે?

ઍક વાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લૈયે મને હજુ સમય બાકી દેખાય છે.

દિલ પૂછે છે મારુ, અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે.

Read More