Quotes by Rakesh Moradiya in Bitesapp read free

Rakesh Moradiya

Rakesh Moradiya

@rakeshmoradiya211742


કવિ કાગબાપુની પૂણ્યતિથીએ શત શત વંદન સહ શબ્દાંજલી:

દુલા ભાયા કાગ (નવેમ્બર ૨૫, ૧૯૦૨ - ફેબ્રુઆરી ૨૨, ૧૯૭૭) ગુજરાતી કવિ, ગીતકાર, લેખક હતા. તેમનો જન્મ સૌરાષ્ટ્રના કાગધામ (મજાદર)ખાતે થયો હતો. તેઓ ચારણ હતા. તેમની ચારણી ભાષાના માધ્યમથી દલિત, શોષિત, પીડિતના દર્દને વાચા આપી હતી.

ભક્ત કવિ દુલા ભાયા કાગ એટલે ગુજરાતી કાવ્યસાહિત્યનો મહેરામણ .એમના કાવ્યોમાં સંસ્કારના મોતી અને સંસ્કૃતિના રત્નો શબ્દરૂપી છીપમાં પાક્યા છે .કાગબાપુના ગીતો છે જે ગેયતાની દ્રષ્ટીએ અમર બને એવા છે .એ ગીતોમાં રાજકારણ ,છે ,સમાજ શાસ્ત્ર છે ,માનવજીવનની મીમાંસા છે ,તત્વજ્ઞાનની ઝીણવટ છે ,પ્રભુની કલાની પીછાણ છે અને ભક્તહદયના તાણાવાણાથી વણાયેલી મીઠી ભાવના છે ... કવિ કાગ એ ગુજરાતનું જંગમ તીર્થ છે .
તેમના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું. તેમણે માત્ર ૫ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યાર બાદ તેમના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા. તેમણે તેમની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં અર્પી દીધી હતી.
સર્જન ફેરફાર કરો
જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના આઠ ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે.

કાવ્યગ્રંથઃ કાગવાણી - ભાગ ૧ (૧૯૩૫), ૨ (૧૯૩૮), ૩ (૧૯૫૦), ૪ (૧૯૫૬), ૫ (૧૯૫૮), ૬ (૧૯૫૮), ૭ (૧૯૬૪)
વિનોબાબાવની (૧૯૫૮)
તો ઘર જાશે, જાશે ધરમ (૧૯૫૯)
શક્તિચાલીસા (૧૯૬૦)
ગુરુમહિમા
ચન્દ્રબાવની
સોરઠબાવની
( નેટ ઉપરથી સંકલિત અંશો- સંકલન: હસમુખ ગોહીલ)

Read More