Quotes by Rajput Prakashsinh in Bitesapp read free

Rajput Prakashsinh

Rajput Prakashsinh

@rajputprakashsinh9138
(17)

હસ્તા હતા સદાય અમે ખબર છે બધાને
મોજીલા જીવને શુ થયુ ખબર નહી !
દિલ સુનુ બન્યુ છે આપની યાદમા
રૂબરુ નહી તો એકાદ હેડકી બની જાવ

Read More

"જય શ્રી કૃષ્ણ પપ્પા , હુ જાવ છુ
સવાર ના 9:15am વૈભવ એના પપ્પાને કહે છે.

છાપામા નજર ઊંચી કરી જગતભાઈ એ કહયુ
"જયશ્રી કૃષ્ણ બેટા,
નાસ્તો તો કરતો જા "
પપ્પા આજે ખુબ મોડુ થય ગયુ છે.
ટીફીન મા નાસ્તો લીધો છે
હુ ઓફીસ જઈને નાસ્તો કરી લઈસ."

પોતાની હોન્ડા સીટી ગાડી સ્ટાર્ટ કરી વૈભવ નીકળી ગયો.
વૈભવ ધણી કોશીશ કરયા પછી એને સારી નોકરી મળેલી

વૈભવ ને એક કોરપોરેટ કપની મા સારા હોદ્દા પર
જોબ મળેલી અને બે દિવશ પહેલાજ નોકરી જોઈન કરેલી સેલેરી પણ સારી.
નવિ નવિ જોબ મા મોડુ થાય તો ઈમ્પ્રેસન ખરાબ પડે એવુ તે માનતો
9:45 નો જોબ ટાઈમ અને ધરે થી ઓફીસ પહોચતા 1 કલાક જેટલો સમય લાગે.

હવે સારા રસ્તે વૈભવ જાય તો ટ્રાફીક નડે તેમ હતુ
એટલે તેને શોર્ટકટ મા ગાડીનુ સ્ટેરીગ
ઘુમાવ્યુ.
અચાનક ગાડી ફગવા લાગી
વૈભવે ગાડી ઊભી રાખી જોયુ તો આગડના વ્હીલ મા પંકચર હતુ
ગાડીની સામેની સાઈડ માજ પંકચર ની દુકાન હતી તેને હાશકારો થયો
એને એના પપ્પાને ફોન લગાવ્યો

"હેલ્લો પપ્પા સાલુ નશીબ જ ખરાબ છે
ટાયર પંકચર થઇ ગયુ
એતો સારુ બાજુમાજ ગેરેજ છે
હુ લેટ જઈસ મારા બોસ મારા પર ચીલ્લાસે"


"અરે બેટા ચીંતા ના કર "ભગવાન જે કરતો હોય એ સારા માટે જ કરતો હોય"

વૈભવ બોલ્યો
"આ બધુ જોતા મને ભગવાન પરથી વિશ્ચાસ જ ઊઠી ગયો છે"

એવુ નાબોલ બેટા "ભગવાન જે કરે તે સારા માટે જ કરે"

પંકચર રીપેર થયુ ત્યારે 10:00 વાગી ચુકયા હતા.

તેને ઝડપ થી ગાડી ભગાવિ .
તે ઓફીસ થી અડધો કીલોમીટર દુર હતો .
પોલીસે તેની ગાડી રોકી જયારે
તેને રોકવા નુ કારણ પુછયુ

પોલીસ અધીકારી એ પ્રેમ થી કહયુ

"જુઓ ભાઈ આગળ ના ચાર રસ્તા પર ના ડાબી બાજુ ની બીલ્ડીગ મા ભયંકર આગલાગી છે 6 લોકો મૃત્યુ પામ્યા છે ધણાબધા લોકો ને બહાર કાઢવા રેસકયુ કામગીરી ચાલુ હોવાથી
આ રસ્તાને ડાઈવરઝન કરેલ છે.
એ પોલીસ અધીકારી જેની વાત કરતો હતો એ
Manubhai and sons Pvt.
જેમા વૈભવ કામ કરતો હતો ત્યારે તેને પીતાજીના શબ્દો સમજાયા
"ભગવાન જે કરતો હોય એ સારા માટે જ કરતો હોય"

પ્રકાશ જાદવ (9723210293)

Read More

ધણુ બધુ હોવા છતા આજે કઈ પણ નથી પાસે

કઈ નહોતુ છતા બચપણ સાભરે શ્ચાસેશ્ચાસે
.પ્રકાશ

ધાયલ કર્યુ છે હદય કોણે એ જાણો છો આપ
છતા પણ મળી ને પુછવા આવ્યા છો આપ
દર્દ કોણે દિધુ છે મુજને જાણવા સૌ આવ્યા છો
લાગે છે કે આજે મુજને માણવા સૌ આવ્યા છો

Read More

હાઈકુ

રાત્રી કહે છે
માણસો પ્રકાશ ની
ના હાજરી ને

.પ્રકાશ

અમારી થી ભલે દુરીયો બનાવિ રાખજો
હદય મા પડેલી યાદો કહે છે
મળશુ આપણે ફરીથી આ વાત યાદ રાખજો

.પ્રકાશ

પ્રકાશ

ઉમ્મીદ આવતી કાલની જીવતી રાખજો
સમય ખરાબ છે આજે આપણો
કાલે સારો આવશે પરીશ્રમ ચાલુ રાખજો

.પ્રકાશ

લાડકડી

દુઃખ થી સુખ સુધીનો ,
ચાલને રસ્તો શોધીએ
આશુથી સ્મિત સુધીનો,
ચાલને રસ્તો શોધીએ

જેમ શોધી લે છે નદીઓ
રસ્તો સમંદર નો
ચાલ તારા અને મારા મીલન નો
ચાલને રસ્તો શોધીએ

જેમવસંત અને પાનખર
આવે છે જીવન માં
દરેક મોસમ ને માણવાનો
ચાલને રસ્તો શોધીએ

કરીએ છીએ લાખો બુરાઈ "પ્રકાશ"
બુરાઈઓ ને પાછળ છોડી ભલાઈ તરફ નો
ચાલને રસ્તો શોધીએ

. પ્રકાશ જાદવ

Read More