Quotes by Rahul Kudecha in Bitesapp read free

Rahul Kudecha

Rahul Kudecha

@rahul.kudecha


#kavyotsav
?તું મારી કવિતા?

હું તને કહેવા ઘણું માંગુ છું તેથી હું તને લખવા ઘણી માંગુ છું આ તારા હૃદયની ધડકન ને હું સાંભળવા ઘણું માંગુ છું હું તને કહેવા માંગુ છું એક મારી કવિતા

કલમથી હવે શાહી ખૂંટી ગઈ છે ધીરજની ને હું લખવા ઘણું માંગુ છું તારા અને મારા વચ્ચેના પ્રેમ શબ્દો જોડીને હું તને કહેવા માગું છું એક મારી કવિતા

પ્રેમના શબ્દો હવે કોઈ વાંચતુ નથી ને હું લખવા ઘણું માંગુ છું તારા અને મારા પ્રેમના ચિત્રો જોઈને હું તને કહેવા માગું છું એક મારી કવિતા

દરિયાનું હું પાણી અને તું સરિતાની રાણી હું તને પુરી સમાવી લેવા માંગુ છું આ મિલન ના વિરહ વચ્ચે તને કહેવા માગું છું એક મારી કવિતા

-રાહુલ કુડેચા 'રખડુ'

#kavyotsav

Read More

#kavyotsav
Two line poems for human beings
specially dedicated for human beings
*માનવજાત*

*કુદરત*
શ્વાસમાં નદી ચાલે છે અને હવામાં દરિયો ગરજે છે
આ જગતમાં તો કુદરત સામે માનવ જાતજ સમજે છે

*પ્રેરણા*
પર્વતોની ઊંચાઈ પર અનેક સપના ઉડે છે
અને પડતા ધોધમાં ઘણા વિચારો મરે છે
આ પતંગીયા તો માત્ર જમીન પર જ ઉડે છે
અને આ માનવજાત તો ચંદ્ર પર પણ ચડે છે

*કર્મ*
પૃથ્વી છે આ કુદરતની ગુલામ
બસ માનવ જાતનો જ છે જુલમ

*જિંદગી*
રસ્તા પર અનેક પથ્થર પડ્યા છે
રસ્તો કાચો લાગે છે
કંઈ કેટલાય સામાં જડયા છે
રસ્તો અઘરો લાગે છે
રસ્તાના લૂગડાં પર ધૂળના કૈફ ચડ્યા છે
ને મેલો માનવ લઘરો લાગે છે

-રાહુલ કુડેચા. 'રખડુ'
#kavyotsav

Read More

કોઈ કહેતુ હોય છે સાહેબ ધીરજ રાખશો હા મિત્રો તમે તમારી મુશ્કેલીને ધ્યાન અને ધીરજથી સાંભળશો તો તમારી મુશ્કેલી તમારી નહી રહે પરંતુ મનને સમજવાની અને વીચારને ઓળખવાની એક માત્ર રીત હશે.

Read More

આપણે સપનાઓ હમેંશા બીજા માટે જોઈએ છીએ કેમકે જ્યારે સપનાઓ સાચા પડે છે ત્યારે સૌથી વધુ તાળીના ગળગળાટ અને ચિચયારીના અવાઝ હમેશા બીજાઓ દ્રારા જ થતા હોય છે.

Read More

જીંદગીના દુખ અને મુશ્કેલીઓ આ પાણીના ટીપા જેવા હોય છે ધીરેધીરે મોટા થઈ એ પોતાની મેળે જ ખરી પડે છે.

"રેઢીયાર", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More

સપનાઓ ના અનેક ઘર હોય છે પણ આપણુ તો એક જ ઘર છે મારુ ધ્યેય મારો ગોલ એજ મારા સપનાનુ ઘર છે અને કદાચ તમારૂ પણ આજ ઘર છે.

Read More

જીવન ને કયારેય અધુરુ ન સમજશો કેમકે અધુરો ધડો કયારેક તો છલકાય છે માટે પાણી રેડયા કરો.