The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"અધુરપ", read it on Matrubharti : https://www.matrubharti.com Read, write and listen to unlimited contents in Indian languages absolutely free
રાધિકા
કૃષ્ણ કથન - ગિફ્ટ આપણે કોને ક્યારે આપી શકીએ? ગિફ્ટ આપણે આપણા કોઈ અંગત અને ખાસ વ્યક્તિને જ આપીએ. કેમ કોઈ ખાસ વ્યક્તિ? તો ખાસ વ્યક્તિ તો એ જ હોઈ શકે કે જેને આપણે પ્રેમ કરતાં હોઈએ અને છેલ્લા શ્વાસ સુધી એ ખાસ, અંગત વ્યક્તિ સાથે સબંધ રાખવા માંગતા હોઈએ.. અને એ પણ હકીકત છે કે તમે કોઈ ખાસ વ્યક્તિને ગિફ્ટ આપો છો તો તમે પણ expectation જરૂર રાખો છો કે તમને પણ તમારું ખાસ વ્યક્તિ તમને ગિફ્ટ આપે.. અને એની feelings તમને વ્યક્ત કરે. પ્રેમ કરતા હોઈએ ત્યાંપણ પણ પ્રેમનો વ્યવહાર સાચવવો પડે છે. આપણે વસ્તુઓ આપીને વ્યવહાર સાચવતા હોઈએ છીએ. સબંધ સાચવીએ છીએ. એકવાર વિચાર કર્યો કે આપણે ભગવાન સાથે નો સબંધ કેટલો સાચવીએ છીએ?? • તો આજ વાત હું ભગવાન સાથે સરખાવા માંગુ છું.. કે ભગવાન આપણને જન્મ આપે છે અને જીવન જીવવાની દરેક જરૂરિયાત જન્મની સાથે જ આપી દે છે જેમકે સમય, સ્થળ, સંજોગ.. તમારું પોષણ કરવા અને તમને ઉભા કરવા એ સબંધો પણ આપે છે જેમ કે માં, બાપ, ભાઈ - બહેન.. તો આ બધું તમને ભગવાન તરફથી ગિફ્ટ માં મળ્યું છે.. ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા થી મળ્યું છે.. આપણા જીવનમાં જે કાંઈ થાય છે એ કૃષ્ણની ઈચ્છાથી જ થાય છે તો એ પરમાત્મા ને જ આપણે ભૂલી ગયા છીએ અને એની આપેલી ગીફ્ટમાં ફસાઈ ગયા છે.. એ ગીફ્ટ ને સાચવ્યા કરીએ છીએ. જેને આપ્યું છે એનો આભાર તક નથી માનતા. તમને કોઈ birthday wish કરે છે તો પણ એક thank u તો બોલો જ છો.. તો સમજો કે તમે કોઈ દિવસ ભગવાનને thank u કીધું?? Thank u તો કેહતા જ નથી ઉપરથી ફરિયાદ કરીએ છીએ. ગુસ્સો કરીએ છે. મારી પાસે આ નથી, પેલું નથી, બસ આપણને જે જીવન મળ્યું છે એને સમજી નથી સકતા કે નથી સ્વીકારી શકતા. અને જયારે સ્વીકારતા નથી ત્યારે ભગવાનનું અપમાન કર્યું ગણાય છે. જીવનના દરેક સુખ કે દુઃખ એ ભગવાને આપ્યા એમ સ્વીકારશો એ દિવસથી દુઃખ પણ તમને દુઃખ નહિ લાગે. દુઃખમાં પણ સુખ અનુભવશો, ભગવાનનો પ્રેમ અનુભવશો અને ભગવાનની વધુ નજીક જઈ શકશો. માટે જ રોજ ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરવું. શ્રી કૃષ્ણ ને પ્રેમ કરવો, એમને ગમતું કરવું, એમને જે આપ્યું એ સ્વીકારવું બસ એ જ મોટી રીટર્ન ગીફ્ટ છે.. જય શ્રી કૃષ્ણ રાધિકા
જો તમે ગુલાબ છો તો કાંટા જરૂર વાગશે, લોહી પણ નીકળશે.. સહન કરીએ જ છૂટકો પણ ક્યારે? જયારે તમે ગુલાબ હોવ ત્યારે!. કૃષ્ણકી કલમ સે
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser