Quotes by Jayvirsinh Sarvaiya in Bitesapp read free

Jayvirsinh Sarvaiya

Jayvirsinh Sarvaiya Matrubharti Verified

@raa.jayvirsinh
(23.6k)

પુનઃ નિર્માણની પ્રીતમાં, સહુને મળી છે માન,
પણ પૂછે ક્ષત્રિય આજ આ, ક્યાં ગયું અમારું દાન?

​ફોટા ચમકે ફલક પર, માર્કેટિંગના ખેલ,
પણ ભુલાય નહિ ભોમકા, જેણે રક્તના સીંચ્યા તેલ.

હજારો વર્ષો હબકિયા, દુશ્મન દળ દશ-વીસ,
સોમનાથ કાજે સમર્યા, ક્ષત્રિયે આપ્યા શીશ.

અર્થ: હજારો વર્ષો સુધી અનેક શત્રુઓ સામે લડીને, સોમનાથની રક્ષા કાજે ક્ષત્રિયોએ પોતાના મસ્તક (શીશ) અર્પણ કરી દીધા.

Read More

સંકલ્પ કીધો સરદારે, સોમનાથ કાજ સુજાણ,
પણ પૂરણ કીધો પ્રીતથી, દિગ્વિજયે દઈ દાન.

અર્થ: સરદાર પટેલે સોમનાથના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો, પણ તેને પૂર્ણ કરવામાં જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીએ મોટું યોગદાન આપી પોતાનું વચન નિભાવ્યું.

Read More

સોમનાથ કાજે સમર્યો, જેણે હસતા મુખે હોમાય,
શીશ દીધું પણ ધડ લડ્યું, ધન્ય હમીરજી તારી કાય!

ગઢ સોમનાથને ગોખલે, જેણે રક્ષણ કીધું રાત-દિન,
ખત્રીવટ ખૂંપી લોહીમાં, એવા ગોહિલને કોટિ પ્રણામ!

નાળિયેરની જેમ મસ્તક વધેર્યા, શિવના રક્ષણ કાજ,
હમીરજી તારા હામ વિના, અધૂરા ઉત્સવ અને રાજ!

ચડે નહિ શૂરવીરતા શિયાળયા ના મોઢે,
હાવજ ની વાતો તો સાહેબ આમ હાવજ ને જ શોભે.

સરવૈયા ને ગોહિલ મળે, જ્યાં સિંહ તણી બે જોડ,
રણમાં ખેલત ખેલવા, એની ભાઈબંધી અજોડ.

अम्बा भवानी मात, खोडियार सहाय करे,
कृष्णा दादा साथ, दांडी जूनीगढ़ वसे।

रा' वंशज वास, सरवैया क्षत्रिय कुल,
वड़ली ग्राम निवास, वंशधर वासावड अतुल।

Read More