Quotes by Purvi Bharat Babariya in Bitesapp read free

Purvi Bharat Babariya

Purvi Bharat Babariya

@purvibabariyagmailco
(194)

ઈચ્છાઓ પર ક્યાં કોઈનું ચાલે છે
એ તો મરજી પડે ત્યાં ચાલે છે..

#ઈચ્છાનુવર્તી

#હૂંફ
આજનો શબ્દ: હૂંફ
શીર્ષક : સોડ
રાધા વિધવા થયા પછી સાવ એકલી પડી ગઈ હતી.. કોઈ પુછા કરવા વાળું પણ ન હતું.. પણ જ્યારથી શેરીમાં કાળી કુતરી આવી ત્યારથી રાધા એના વ્હાલ કરતી.રોટલો નાખતી.શેરીથી દૂર જાય તો એના આવવાની રાહ જોતી.

કાળીએ બચ્ચાં આપ્યા ત્યારથી રાધા તો જાણે હરખઘેલી થઈ ગઈ.ગલુડિયાને કાળીની સોડમાં સુતેલા જોઈ રાધાને એક અજબ હૂંફ મળતી.


purvibabariya@gmail.com

Read More

બળાપો

આજે પાછો એણે સીસ્ટમ પર બળાપો કાઢયો કોઇ ને સાચાની કદર જ નથી..દરેક જગ્યા એ લાગવગ એ જ લાયકાત.નથી રહેવુ દેશમાં હવે તો વિઝા મળે એટલી વાર
બીજા દિવસે એક મોટી કંપનીમાંથી એપોઇમેન્ટ લેટર આવ્યો.
આ ભાઇ બોલ્યા સાચા હીરાની કિંમતતો આપણા દેશમાં જ હો..!

પૂર્વી બાબરીયા

Read More

શીર્ષક : ઉઠાંતરી

હમણા એક જાણીતા કવિયત્રીની સુમન બેનની રચના એમના બ્લોગ પર વાંચી.આગળ ક્યાંક વાંચેલું એવું યાદ આવ્યુ.
આ એક બીજા જાણીતા કવિયત્રી પૂનમબેનની રચના હતી એ મારા મિત્ર હતા એટલે સીઘુજ પુછી નાખ્યુ કે કોણે ચોરી કરી છે તમે કે એમને ?

પૂનમ બેને તો બધા પ્રૂફ બતાવ્યા એમની રચના નામ બદલાવીને સુમનબેને જાણીતા અખબારમાં પણ મોકલેલ.
પૂનમબેને તો અખબારમાં પણ ફરિયાદ કરી પણ પરિણામ શૂન્ય.!
કોઇ આવી ઊઠાંતરી કેમ કરે?

પૂર્વી બાબરીયા

Read More

અનોખી ભેટ


આદિત્યને ઈશા પર એક બહેન પ્રત્યે હોય એટલો પ્રેમ ક્યારેય ન હતો. જ્યારથી પપ્પાએ બીજા લગ્ન કર્યા ત્યારથી તેને પોતાની મમ્મી ખૂબ યાદ આવ્યા કરતી.
ઈશા પરાણે વ્હાલી લાગે એવી મીઠડી હતી.
નવી મમ્મીની દીકરી જ માનતો હતો.પોતાની નાની બહેન નહિ.

આજે સવારે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે પપ્પા અને નવી મમ્મીનું એક્સિડન્ટ થયુ છે.આદિત્ય હોસ્પિટલ પહોંચ્યો ત્યારે જોયું કે નવી મમ્મીનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયેલ. પપ્પા પણ આખરી શ્વાસ લેતા હતા. આદિત્યનો હાથ હાથમાં લઈને આંખના ઇશારાથી બોલ્યા "ઈશાને ખુશ રાખજે.".

થોડા દિવસો પછી રક્ષા બંધનના દિવસે આદિત્યે ઈશા પાસે પહેલી વાર રાખડી બંધાવી.ઈશાને આદિત્યભાઈ આપેલ ગિફ્ટ ખૂબ ગમી.



પૂર્વી બાબરીયા

Read More

હેપી રક્ષા બંધન

જ્યારથી અંજુ દીદી ઘરેથી ભાગી ગયેલી ત્યારથી ઘરના કોઈએ એને જોયેલ નથી.આ વખતે આરવને એની બહુ યાદ આવતી હતી.
આરવે ખૂબ તપાસ કરાવી.મહામહેનતે એને અંજુદીદીનું એડ્રેસ મળ્યું.
આરવ રસ્તામાં અંજુદીદીને યાદ કરતો રહ્યો.
કેવા પ્રેમથી અંજુ નાનકડાઆરવને રાખડી બાંધતી હતી." મીઠાઈનો ટુકડો મોઢામાં નાખીને કહેતી સો વર્ષ જીવજે ભઈલા."આ તારું રક્ષા કવચ છે. કોઈ તોડી નહિ શકે.
મળેલા એડ્રેસ પર આરવ પહોંચ્યો ત્યાં એને ખબર પડી કે અંજુ દીદી હોસ્પિટલ છે.સિટી હોસ્પિટલમાં પહોંચીને એને પૂછા કરી.બીજા માળે, રૂમ નંબર 8
શું થયું હશે અંજુદીદી ને? અવઢવમાં રૂમ પર પહોંચીને જોયું તો દીદીની બાજુમાં ઘોડિયામાં જીજુ નાના બાળકને રમાડી રહ્યા હતા. નાનકડો ભાણેજ એની સામે હસતો હતો.
અંજુ ખૂબ ખુશ થઈ અને બોલી "આરવ મામા હેપી રક્ષા બંધન"..

Read More