Quotes by Punam Nayak in Bitesapp read free

Punam Nayak

Punam Nayak

@punamnayak644117


તને શોધું છું.


જીવનની દરેક ક્ષણ છોડીને તને શોધું છું
મારી રજળી ગયેલી જિંદગીમાં તને શોધું છું

છે બધું છતાં પણ કંઈ ખૂટે છે,
કારણ શું કહું, બસ સુખમાં તને શોધું છું.

ઘણું ખોવાઈ ગયું છે જાણું છું,
છતાં પણ અંતિમમાં તને શોધું છું

ભટક્યા કરે મન, અટવાયું જીવન,
હવે તારો વંશ થવા તને શોધું છું.

તું મળે જો જીવનમાં તો થવાઈ સ્થિર,
જીવનની સહજતા માં હવે તને શોધું છું

'ચિત્રાંશ' આ ભીતર પણ કેટલો સ્વાર્થી છે?
એકલતામાં આવ્યા પછી પ્રીતમને શોધે છે!

Read More