Quotes by Pratish in Bitesapp read free

Pratish

Pratish

@pratish7721


#જાણું છું..#iknow

જાણું છુ તારા માટે હું એક કાંટાળો બની ગયો છું..
ક્યારે ઉકેલી ન શકાય એવો ગોટાળો બની ગયો છું..

સાચું છે, કે મારા પોતાઓ માં જ અળખામણો બની ગયો છું..
મેં સજાવલી દુનિયા નો,આજે હું જ પથારો બની ગયો છું..

સફાય કરવી છે, આગળ વધવું છે..
(આદત નથી)પણ એકલો એકલો ક્યાંક પાંગળો બની ગયો છું..

યાદ ખાલી એટલું જ છે કે થાક્યો છું..હાર્યો નથી..
(સાલું) આ એકલા હાથ ની સફર માં, મારા થી જ વામ્ળો બની ગયો છું..

હા બસ હવે બહુ થયું, નહી રહેવાય એ કહ્યા વગર,
(સત્ય એ જ છે)માત્ર તારા સહવાસ માટે જ હવે આંધળો બની ગયો છું..

©️ પ્રતિશ વોરા..

Read More