Quotes by Prashant Solanki in Bitesapp read free

Prashant Solanki

Prashant Solanki

@prashantss


મૌનનો અનુવાદ કરવા,
શબ્દોની આખી સંસ્થા આવી...

ઘોંઘાટને શું ખબર,
કે એકાંત શું છે...

દરેક બાબતની એક હદ હોય, કુદરત...
સાબિત શું કરવા માંગે તું,
હજુ પણ..?

"પ્રવાહીને વરાળ બાબતે પૂરેપુરો ખુલી જઇશ,
તુ અંતરની આગ જોઈને, અશ્રુ ભુલી જઈશ "

એક રાધાને ભિતર પ્રગટાવી શકો તો જ સમજાશે
બાવરી આંખોને મોરપિચ્છનું જડવું શું ચીજ છે ...

❛ આંખોને કહો આજ છલકે નહી

મહેફીલમાં સવાલ આબરુનો છે.❜

સાચવેલાં પત્રમાંથી સ્પર્શ જૂનો નીકળે,
પછી કાગળ અડું તો એ'ય ઊનો નીકળે...

ઘણા સબન્ધો એવાં છે કે જે,
7 ફેરા વગર
એક બીજા ના દિલ માં ધડકે છે...

બહુ મોટો હતો સોદો, પતાવટ સ્હેજમાં થઈ ગઈ
જરા સિંદૂર, મંગળસૂત્ર, બે ફૂલહાર,ઘરચોળું...

આખી દુનિયાને લઈને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.

હા પસંદ છે મને મધરાતે જાગવું ને જીવવું...

જવાબદારીઓને સુવડાવી મારું ખૂદ ને મળવુ....