Quotes by Prakash Patel in Bitesapp read free

Prakash Patel

Prakash Patel

@prakashpatel4912


જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે,
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય.

આ વખત વરસાદડા પડજે તને, સોગંદ છે હો.
દીકરીના લગ્ન વાવ્યા હશે ઘણા એ આ વાવણીમાં.

Best shayari(શ્રેષ્ઠ શાયરી)પ્રકાશ એમ.


* મરતા નથી હોતા બધા લોકો મોતથી,

કોઈને જિંદગીનો માર લાગે છે.

અમથા નથી વળતા વૃદ્ધો કમરથી,

સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે.

લડી જુએ છે શુરા ભગવાનનીય સામે,

નસીબમાં આપણાં હાર જ હાર લાગે છે.

ચાલ્યું નથી કોઈનું આજ સુધી એની સામે,

તકદીરની તલવાર ધારદાર લાગે છે.

મુશ્કેલ બને છે જીવવું જ્યારે,

મોત સહેલું, જીવન પડકાર લાગે છે.

માગે છે ઘણા મોત એ પણ નથી મળતું,

એને તો આવતા ય કેટલી વાર લાગે છે.

* ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,

આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,

મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,

બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,

મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,

ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,

આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,

દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,

એની જ નીચે મારી કબર હોવી

Read More

સિગારેટે મત બનો કી ઇસ્તેમાલ કે બાદ પૈરો તલે રૌંદ દીયે જાઓ. બનના હી હૈ તો નશા બનો કી તુમ્હે ઇસ્તેમાલ કરને વાલા તબાહ હો જાયે.. ન ભાગના હૈ ' ન રુકના હૈ બસ ચલતે રહેના હૈ..

Read More

પાણી નું એક ટીપું
ગરમ તાવડામાં પડે તો નાશ પામે,
કમળના પાંદડા પર પડે તો મોતીની જેમ ચમકવા લાગે,
છીપ માં પડે તો મોતી બની જાય...

પાણી નું ટીપું તો એજ છે
બસ " સંગત "નો ફરક સે. જય શ્રી ક્રિષ્ના. પ્રકાશ એમ ✍???

Read More

"જીવન માં તોફાન તો આવવુ જ જોઈએ
ત્યારે જ ખબર પડે કોણ હાથ પકડી ને ચાલે છે અને કોણ હાથ છોડીને..."