Quotes by Manjula Gajkandh in Bitesapp read free

Manjula Gajkandh

Manjula Gajkandh

@prachi7072
(18)

બાલતારા આતુર છે ચમકવા, સૂર્યનો પ્રકાશ જો મળી જાય, ખૂદ સૂર્ય બની આભા વિખેરે, ઊગવા આકાશ જો મળી જાય.
🙏બાલ દિવસની શુભેચ્છાઓ 🙏
'ઊર્મિ'

-Manjula Gajkandh

Read More

પ્રેમ એ જ પીડાનો તાત છે, લાગણી એ વેદનાની માત છે,
શું પામી ગયા પ્રેમીઓ 'ઊર્મિ',
દુ:ખ ને સંતાપની મળી સોગાત છે.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Read More

કોઈ પણ દુ:ખ કે વિકટ પરિસ્થિતિ અસહ્ય નથી હોતી, વારંવાર એનો ભેટો થાય એટલે એની આદત પડી જાય છે.
'ઊર્મિ'

-Manjula Gajkandh

ઈશ્વર ક્યારે કેટલું આપે છે અને ક્યારે શું લઈ લે છે એ તો એ જ જાણે, પણ આપણે જે છે એમાં જ ખુશી શોધવાની છે.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Read More

તું જ પ્રારંભ, તું જ અંત,
શિવ વિશ્વરૂપ તું જ અનંત,
તું જ બ્રહ્મ તું જ બ્રહ્માંડ,
શક્તિ સ્વરૂપ, તું જ દિગંત!

'ઊર્મિ'

-Manjula Gajkandh

Read More

જે ડગલે ને પગલે સાથે છે,
જે કાલે હતો, કાલે હશે ને આજે છે, પળેપળ જે અંકમાં લઈ રક્ષે, પોષે છે, એવો અભિન્ન વહાલ માત્ર પરિવાર વરસાવે છે.
'ઊર્મિ'

-Manjula Gajkandh

Read More

માણસ છે માત્ર કઠપુતલી
કુદરતના હાથની,
જીવનના ખેલમાં નચાવે
એમ નાચવું પડે.
સમયમર્યાદા જ્યાં થશે
પૂરી,
પડદો પડશે ને ખેલ પણ
પૂરો.
થવું પડશે વિદાય, છોડવું
પડશે રંગમંચ!
બસ એક નાટક જેટલું જ
છે આ જીવન!
'ઊર્મિ'

Read More

https://www.matrubharti.com/book/19930617/mamta

મારી નવી વાર્તા 'મમતા' વાંચો માતૃભારતી પર નિ:શુલ્ક...

કોઈ કહે છે ગાંડપણ, તો કોઈ કહેતું આ તો છે દિવાનગી.
પ્રેમની અમૂલ્ય ભેટ છે, જે સમજો એ, દિલની છે પરવાનગી!

'ઊર્મિ'

-Manjula Gajkandh

Read More

નૈનોમાં વસી ગઈ તારી સૂરત,
મનોહર, મોહિની મોહન તારી મૂરત.

'ઊર્મિ'

-Manjula Gajkandh