Quotes by Mitul Prajapati in Bitesapp read free

Mitul Prajapati

Mitul Prajapati

@prabhu1205


જેને આખું વર્ષ રડાવ્યાં હોય,
એને શું પહેલા છેલ્લા દાડા જેવું હોય,
ધ્રૂસકે ધ્રુસકે તો કદાચ ના પણ રડાવે,
આખરે થોડા ઝળઝળીયા તો આપતું જ હોય..
- કુંભાર

Read More

ટૂંકા પરિચયે પણ હતો સ્નેહ તો તારો અપાર,
વીતાવ્યા એકાવન રવિવાર કે થશે કોઈ મુલાકાત યાદગાર,
સાચવીને બેઠો હતો સમય, સાંજ અને બાગનો બાંકડો,
પણ અધૂરો રહ્યો તારા વગર આજ વર્ષ નો છેલ્લો રવિવાર..
- કુંભાર

Read More

જોઈ આ પંખીડાં નું ઝૂંડ યાદ આવે ઘણીવાર,
હતા અમે આવા ટોડા માં સાથે ભાઇબંધ ને રવિવાર...
- કુંભાર

ઠંડો લહેરાતો પવન ને ગુલાબી ઠંડી ની વાત,
હાથ માં હાથ ને આંગળીઓના આલિંગની વાત,
નજરો માંડી આકાશે નવરાશ લઈ બેઠા પાળીએ,
માથું તારું ખભો મારો ને હેમંત ની ચાંદની રાત...
- કુંભાર

Read More

જીતવા તો હું અઢળક દિલ જીતીને બેઠો છું,
બસ એક તારી મરજીથી સામું હારીને બેઠો છું...
- કુંભાર

શી જરૂર છે આ રંગીન માંડવાની મારા માટે,
તારી ઓઢણી જ કાફી છે મને છાંયડા માટે...
- કુંભાર

ચોધાર આંસુએ રડતી માં ની વેદના જોઈ,
તું કેમ રડે વાદળા? તે ક્યાં આ ખેડું ની મેહનત જોઈ?
- કુંભાર

ઇરાદો તારો સારો ગણવો કે ખોટો?
ઈશ્વર તું કે હું(ખેડૂત) જગતનો તાત મોટો?
- કુંભાર

બાંધ બાંધ તારા આ ભીંજાયેલા કેશ ને ઝટપટ,

આવે છે મારા ઘર સુધી એનો ઠંડો પવન અને ઝીણા છાંટા ઝરમર..
- કુંભાર