Quotes by Poojan Joshi in Bitesapp read free

Poojan Joshi

Poojan Joshi

@poojanjoshi9094gmail.com005503


“યાદ રહી ગઈ”

વાત કંઈક એવી હતી કે વાત રહી ગઈ
મળ્યાં મન એકંદરે મુલાકાત રહી ગઈ

હાથમાં હાથ કંઈક એ રીતે પકડ્યો એને
વિખૂટાં પડ્યા તો એ છાપ રહી ગઈ

ભૂલવાનું નક્કી થયું બંને ની સહમતિથી
તો એ બંને નાં જીવનમાં એ યાદ રહી ગઈ

આખો દરિયો સમાવી લીધો એને આંખોમાં એની
તો પણ પાંપણે આંસુ ની એક ધાર રહી ગઈ

બગીચો આખો મુરઝાઈ ગયો એ વાત થી કે
એક નાનકડી કળીમાં આખા બગીચા ની સુવાસ રહી ગઈ

અને આખે આખો હું મારી જાતને ભૂલી ગયો એને ભૂલવામાં
તો પણ એ છોકરી મને સદાય માટે યાદ રહી ગઈ…(૨)

પૂજન જોષી.✍🏻❤️

Read More