The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હાઇકુ આકાશી વીજ સુખનું સરનામું ક્ષણ પૂરતું. -Gurudev Prajapati Foram
બાળગીત રોબોટભાઈ રોબોટભાઈ દડબડ દડબડ ક્યાં ચાલ્યા ? રોબોટભાઈ રોબોટભાઈ ઉપર નીચે નીચે ઉપર આગળ પાછળ પાછળ આગળ આજુબાજુ ચારેબાજુ દડબડ દડબડ ક્યાં ચાલ્યા ? રોબોટભાઈ રોબોટભાઈ દડબડ દડબડ ક્યાં ચાલ્યા ? રોબોટભાઈ રોબોટભાઈ ચોખ્ખું ચણાક ઝટપટ ઝટપટ સમય ઓછો ને કામ ઝટપટ દુનિયા આખીના કલ્યાણ માટે દડબડ દડબડ ક્યાં ચાલ્યા ? રોબોટભાઈ રોબોટભાઈ દડબડ દડબડ ક્યાં ચાલ્યા ? રોબોટભાઈ રોબોટભાઈ # ગુરુદેવ પ્રજાપતિ ' ફોરમ '
હાઇકુ ધ્રુજતા સાદે રટણ ચાલ્યા કરે ૐ નમ: શિવાય. #ગુરુદેવ # -Gurudev Prajapati Foram
બાળ ગીત દરિયામાં નાવ મારી સરરર જાય પવનમાં આમ તેમ ડોલતી જાય દરિયામાં નાવ મારી સરરર જાય પુસ્તકના સઢમાં સરતી જાય વાતો મજાની કરતી જાય લહેરના લયમાં ફરતી જાય દરિયામાં નાવ મારી સરરર જાય દરિયામાં નાવ મારી સરરર જાય પવનમાં આમ તેમ ડોલતી જાય દરિયામાં નાવ મારી સરરર જાય કવિતાના 'ક' ને રટતી જાય મોજાની સાથે રમતી જાય પવનની વાતો કરતી જાય દરિયામાં નાવ મારી સરરર જાય દરિયામાં નાવ મારી સરરર જાય પવનમાં આમ તેમ ડોલતી જાય દરિયામાં નાવ મારી સરરર જાય # ગુરૂદેવ પ્રજાપતિ 'ફોરમ' કરજણ , વડોદરા
હાઇકુ જૂનું તળાવ લીલપ ઓઢી બેઠું; શીત સવારે. #ગુરુદેવ # -Gurudev Prajapati Foram
હાઇકુ બારી બહાર વૃધ્ધ તાક્યા કરતો નવયુગલ. #ગુરુદેવ # -Gurudev Prajapati Foram
હાઇકુ તડકો હાંફે કાળઝાળ ગરમી છાંયડા વિના. #ગુરુદેવ # -Gurudev Prajapati Foram
હાઇકુ કુહાડી વીંઝે કઠિયારો ; જંગલ આખું અવાક્. -Gurudev Prajapati Foram
રડતી આંખે દિવસભર ચાલે મૌન સંવાદ ~ગુરુદેવ~
હાઈકુ હૃદય પાર બાણશૈયા વિંધાઈ ભીષ્મ મરણ. #ગુરુદેવ #
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser