Quotes by Piyush in Bitesapp read free

Piyush

Piyush

@piyush5402
(8)

એક ક્ષણ કાફી છે ફરી પાટે ચડવા માટે
એક આંસુ અધવચ્ચે અટકવું જોઈએ

અનુભવો એમ સસ્તામાં ક્યાં મળે છે?
પહેલાં દરિયામાં તમારે પડવું જોઈએ

તમે નહીં તો સમય પોતાનું કામ કરશે
તમારે એને એકાદ પત્ર લખવું જોઈએ

કેટલાય પ્રશ્નો જાતે શમી જશે એમનેમ
તમારે આંખો બંધ કરી ને દેખવું જોઈએ

-Piyush

Read More

પડખું બદલ્યું આમ જ ,તેમાં તે શું સમજ્યાં ?
ટેવ છે કુદરતી બધાની, તેમાં તે શું સમજ્યાં?

જવાબદારીઓ નો ભાર ઘણો વધી રહ્યો છે
નામ પૂરું ન લીધું ધૂનમાં, તેમાં તે શું સમજ્યાં?

શબ્દો ક્યાંક અધૂરા છે દરેક ચોક્કસ વાત માં
ન પહોંચ્યાં એ ત્યાં ને, તેમાં તે શું સમજ્યાં?

પ્રેમ ની વાત થી એ ઘણો દૂર રહે છે
એ ચંદ્રગુપ્ત ને તેમાં તે શું સમજ્યાં?

ભીંજાઈ રહ્યો છે તડકો આજકાલ અંધારા માં
એક કવિ ની કલ્પના ને, તેમાં તે શું સમજ્યાં ?




-પિયુષ

Read More

હું જ્યારે વિચારતો હોય ને ત્યારે હસું છું,રડું છું,ખુશ થવું,દુઃખી થવું,ખિલખિલાટ હોવું,ભાવવિહીન હોવું પણ જે હોય તે એવું લાગે કે હું જીવું છું.

Read More

ચહેરો આજે ફરી બદલાઈ ગયો
જે હતું સાચું તેમાં જ ફેરવાઈ ગયો
#ચહેરો

નસીબ આજે રસ્તા માં જ મળી ગયું
ને કહ્યું મેં જા, તરત જ પાછું વળી ગયું

હમણાં સંબંધો ની વાત બધેય ચાલે છે
શું કરું? આજે ફરી કહેવાનું રહીં ગયું

તે બધા જુઠ્ઠા મને નાસ્તિક કહ્યાં કરે છે
ને ખુદા તારો આભાર માનવાનું રહીં ગયું

પાછો ફરું,આ સપનું મારી ઓકાત નું રહ્યું છે
તોય શું ? એનું એ સપનું સપનું જ રહીં ગયું

ભીડ ઘણી છે , તોય બધું અજુગતું લાગે છે
એકાંત ને ન ફાવ્યું તે મારી સાથે જ રહીં ગયું

Read More

तुम आये किस कदर पता नहीं
तुम गए ईश तरह अच्छा नहीं

तुम अब तक जिंदा हो सभी दिलो में
तुम्हारा किरदार अब तक मरा नहीं

Read More

મને એમ જૂની તળવળતી લાગણીઓ યાદ આવી
આતો પેન થી કંટાળીને ઘસાયેલી પાટી યાદ આવી

હું આમ તો મસ્ત મારા માં જ નિજમગ્ન રહું છું
ફકત ફરિયાદ કરવા ભગવાન તારી યાદ આવી

હું પણ આમ તો દેખાદેખી ના સ્મિતથી ટેવાઈ રહ્યો છું
આતો અસલી ખુશી પરથી બાળપણ તારી યાદ આવી

આમ તો ખાંડ હું ખપ અનુસાર જ થોડી નાખ્યા કરું છું
આતો પ્રેમની ડાયાબિટીસ પરથી માં તારી યાદ આવી

આમ તો તું નોતી એટલે જ જવાબ બધા આપી શક્યો છું
આતો પ્રશ્ન મારે હતો એટલે જ ખામોશી તારી યાદ આવી

આમ તો હું પણ દુનિયાદારી ની રીતભાત શીખી રહ્યો છું
આતો વાત હતી ઈમાનદારી ની, જોન તારી યાદ આવી

આમ તો તેમના બધા વ્યંગ માં પણ ચુપચાપ હસી રહ્યો છું
આતો મારી વાત પર કોઈ હસ્યું નહીં,દોસ્ત તારી યાદ આવી
-પિયુષ

Read More

.