Quotes by Pragnesh Parmar in Bitesapp read free

Pragnesh Parmar

Pragnesh Parmar

@phparmar
(52)

શબ્દોની રમત મને ક્યાં આવડે છે? ખરેખર લખતા મને ક્યાં આવડે છે?
હું તો ક્યારેક લખું એટલે છું, કારણ મને સૃષ્ટિ અને સૃષ્ટિનો સર્જનહાર ગમે છે.

-Pragnesh Parmar

Read More

આતુર છે ભગવાન તને મદદ કરવા,
તારી જ નથી તૈયારી સંઘર્ષ કરવાની.

ક્યારેક તો હંકાર નાવ સામા પ્રવાહે,
આમ વહી જ જઈશ તો કેમ ચાલશે?

Read More

પ્રભુ તારી યાદ આવે ક્યારે?
દુઃખનો દરિયો આવે ત્યારે;
વિપત્તિઓનો પહાડ આવે ત્યારે,

નહિંતર,
હું તો મસ્ત છું અહમના અંધકારમાં,
હું તો વ્યસ્ત છું ભૌતિક સુખો માણવામાં,

જુઓ તો ખરા મને,
વિજ્ઞાનના યુગમાં ખુદને જ સર્વોપરી સમજતો,
કુદરતને ન ગણતો, ફક્ત પડકારતો,
પાછો કુદરતના અસ્તિત્વને નકારવામાં ગૌરવ માનતો;

પણ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે ભૂકંપમાં,
વખતો વખત અમારી લાચારી છતી થાય છે,
પ્રભુ તારી હયાતીની પ્રતીતિ થાય છે.

ખરેખર પ્રભુ,
વિકસિત થયેલા વિશ્વમાં જ્યારે કામ આવે ન કશું,
ત્યારે બસ, તારા પરની શ્રદ્ધા ઉગારે બધું.

Read More

ભૂલો સ્વીકરતા શીખજો, નહીં તો સંબંધોની મીઠાશ ખલાસ થઈ જશે.

તોફાની તો તારા પ્રેમમાં થયો,
બાકી દુનિયા તો પહેલા ડાહ્યો જ કહેતી.
#તોફાની

એક સમય હતો જ્યારે ભારતવર્ષમાં સંબંધોને ખાતર સુખ(ભૌતિક સંપત્તિ)ને લાત મારનાર શૂરવીરો હતા, આજે ભૌતિક સુવિધા-સંપત્તિ(સુખ) માટે સંબંધોને લાત મારનાર નરાધમો દેખાય છે.

-પ્રજ્ઞેશ પરમાર.

Read More

એક સમય હતો જ્યારે ભારતવર્ષમાં સંબંધોને ખાતર સુખ(ભૌતિક સંપત્તિ)ને લાત મારનાર શૂરવીરો હતા, આજે ભૌતિક સુવિધા-સંપત્તિ(સુખ) માટે સંબંધોને લાત મારનાર નરાધમો દેખાય છે.
#શૂરવીર

Read More

चाहे पागल कहे क्यों न जमाना हमें,
तेरे प्यार मे ये भी मंजूर है।
#पागल

પાગલ ભલે કહે જમાનો મને,
તારા પ્રેમમાં એ પણ મંજુર છે.
#પાગલ

ખુદ દઉં પરિચય ખુદનો, એમાં શું કમાલ છે?
જો દુનિયા દે પરિચય મારો, તો વાતમાં માલ છે.
#પરિચય