Quotes by Patel Kanu in Bitesapp read free

Patel Kanu

Patel Kanu Matrubharti Verified

@patelkanu8476
(107)

જીવ નથી હું ફક્ત ગઝલનો શણગાર છું,
સંસાર છે શબ્દો ને હું શબ્દોનો સંસાર છું,
થીજી ગયેલી ઈચ્છા મારા  જ  પનારે છે,
બળી ગયેલા  ખ્વાબનો હું જ આધાર છું,

Read More

ચાહતના  નશામાં  આશિક રઘવાયો છે,
બધા  સંબંધમાં  પ્રણય  એક સવાયો છે,
એકાંતના  ખંડેરમાં  સાદ  કર્યો હતો તને,
એ શબ્દ જાણે પથ્થર બની પડઘાયો છે.

Read More

ચડી જીવન પર  સમયની વેલ,
અદભુત  જામ્યો  નયને  ખેલ,
ઉદાસી ઉદાસ  થઈ હસી રહી,
ડૂસકાં કરી  રહ્યા છે ખોટું ગેલ,

હોઠે આવીને કેમ  શબ્દો રોકાય છે,
તારી ચુપકીદી દિલને કોરી ખાય છે,

કે સંધ્યા પણ જો ને મૂંઝવણમાં છે,
રંગોના મામલે એ પણ અટવાય છે,

Read More

થોડો અસ્તવ્યસ્ત છું, એકંદરે છું,
એટલું કહું કે  હું મારા જ ઘરે છું,

થોડું મૌન પાળુ છું  હમણાં જાતે,
સાચું કહું હું મારા જ ખરખરે છું,

Read More

હા ચોક્કસ હું મુસીબતનો એક ભારો છું,
ફૂટી શકું ગમે ત્યારે શ્વાસનો ગુબ્બારો છું,

વિશાળ મન સાગરમાં નાવ લઈને નીકળ,
તારી સોચ જ્યાં  અટકે હું એ કિનારો છું,

-Patel Kanu

Read More

આંખોને સ્વપ્નો ફળે તો મજા આવે,
વરસેલા વાદળ વળે તો મજા આવે,
તું જે રીતે છળી  ગઈ મને  એ રીતે,
તને કોઈ તારું  છળે તો મજા આવે.

Read More

એક સંગત ને  એક  રંગત દિવાની કરે,
થાય જો દિવાની તો શું જિંદગાની કરે,
બસ  એક  નશો જે ભુલાવી દે છે ગમ,
આશિક શું જાણે  શરાબ શું હાનિ કરે,

Read More