The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મેલું ઘેલું મકાન તો આપો ! ઘૂળ જેવુંય ધાન તો આપો. સાવ જૂઠું શું કામ બોલો છો, કોક સાચી જબાન તો આપો. થોડો ઝાઝો હિસાબ તો આપો ! ખોટો સાચો જવાબ તો આપો ! બાગમાં ભાગ છે અમારો પણ, એક વાસી ગુલાબ તો આપો. અમૃત ' ઘાયલ '
ઝરમર વરસાદના બે ટીપાની વચ્ચે આપણે મળીએ તો કેવુ? હોય ભલેને પાસે છત્રી પણ, ખોલીએ જ નહી તો કેવુ? ⛈️☔ #સૌ . ટ્વીટર
મારી સાથે આ કોણ ઇતર રહે છે? હું રહું બહાર ને એ ભીતર રહે છે. કંડારેલ પથ્થરની વાત જવા દો; હર પથ્થરમાં ક્યાંક ઈશ્વર રહે છે. સવાલો સવાલો સવાલો સવાલો; કેટલાં ય સવાલો અનુત્તર રહે છે. - નટવર મહેતા #SundayThoughts #mood #સૌ . ટ્વીટર
સામસામેની હવાઓ આજ પડકારી લીધી ટ્રેનમાં જગ્યા કરીને બેસવા બારી લીધી બાળકોએ વાતમાં ને વાતમાં વાળી લીધી ; ચોપડીમાં ચિત્ર જોઈ વારતા ધારી લીધી સૌથી નાના છોકરાને મા પટાવે એ રીતે -, મેં જીવનની વાસ્તવિકતા એમ સ્વીકારી લીધી રાંધવા માટે ચકાએ ને ચકીએ ખીચડી ; માણસોની આહમાંથી સ્હેજ ચિનગારી લીધી આપણી દુનિયાની વાતો કોઈને કરવી નથી ; કાફિયાનું ધ્યાન રાખી એને વિસ્તરી લીધી અંકિત ત્રિવેદી #સૌ . ફેસબુક
તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને, જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઈ ને, તરસ ને કારણે નો’તી રહી તાકાત ચરણોમાં નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઇને હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે, પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જુજવા લઈ ને, સફરના તાપ માં માથા ઉપર એનો છાંયો છે, હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈ ને, બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો, અને એ પણ ટકોરાથી તુટેલા ટેરવા લઈ ને, ફક્ત એથી જ મારા શ્વાસ અટકાવી દીધા “બેફામ”, નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને.. - બરકત વિરાણી - 'બેફામ'
એના પ્રેમથી "સંક્રમિત" થયેલો, હું એની ગલીમાંથી શું નીકળ્યો. એણે પોતાને "Quarantine" કરી લીધી...
શબ્દોને "સેનેટાઈઝ" કર્યા છે , અને કવિતાઓ પર "કરફ્યુ" લગાવ્યો છે, ફેલાય નહીં "સંક્રમણ" મારા પ્રેમનું એટલે લાગણીઓ પર"લોકડાઉન" લગાવ્યું છે.💕 #સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી #સૌ . ટ્વિટર
જાણીતા ગુજરાતી સાહિત્યકાર કુંદનિકા કાપડિયાનું આજે વહેલી સવારે નંદીગ્રામ ખાતે અવસાન થયું. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. ॐ શાંતિ! સાત પગલાં આકાશ માં ભરી નજર મેં જયારે નીચી કરી જોઈ માનવ જાત ને મેં, અને થોડી મનમાની કરી રડતી આંખો કૈક લોકો ની, અને થોડી આંસુઓની મુલાકાત મળી "મારી કૃતિઓ જીવંત રાખશે મને", કહી ચાલી નીકળી હું અનંત આકાશ ભણી dedicated to #kundanikakapadia
હું એ સૌને સમય આપી જોયો એમની અપેક્ષાઓના ટુકડા ગોઠવવા ! હું એ ખુદને જ દર્દ આપી જોયો. જીવ કેટલો બાકી છે એ ચકાસવા ! હું આંશુથી ઝાંખું જોવા લાગ્યો. આ એકમાત્ર છેલ્લી વાસ્તવિકતા ! હુ એ મારો સમય ખોટો બગાડ્યો ! સમય અને માણસો હમેશા બદ્લાતા ! #સૌ . ટ્વીટર - ડિમ્પલ પટેલ
East or West home is the best. Take some rest, don't call any guest. Enjoy your home fest, No outgoing zest. This’s a life saving test. So be in your nest It’s entire world's request...🙏 #LockdownNow #CoronavirusLockdown #StayAtHomeSaveLives
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser