Quotes by PARTH VALAND in Bitesapp read free

PARTH VALAND

PARTH VALAND

@parthvaland3476


હુ મંચનો માણસ મને હસતા આવડે છે...
તમે માનો કે ના માનો મને ખોટુ રડતા પણ આવડે છે...

ખૂદ ની હકીકતોને દૂર ફેંકીને મને
કોઈક ની કલ્પનાઓમાં જીવતા આવડે છે...

વ્યાપારીની જેમ વ્યાપાર કરી જાણુ હુ, કેમ કે
મને તકલીફો વહેચીને તાળીઓ ઊઘરાવતા આવડે છે...

વ્યસન ના નામે હુ કઈ નથી કરતો, તો પણ
સીગરેટ ની એક ફુંક પર "વાહ વાહ" કમાતા આવડે છે...

હુ મંચનો માણસ મને હસતા આવડે છે...

Read More