Quotes by Parth sanghani in Bitesapp read free

Parth sanghani

Parth sanghani

@parthsanghani3452


એક સુરક્ષાકર્મી ભાઈ નો હાથ રાખડી વિનાનો જોયો. અને એક સુરક્ષાકર્મી બહેન ને પોતાના ભાઈ ની યાદ માં તલીન જોઈ. ભારત પાક. વચ્ચે તણાવ ની સ્થિતી હોય દેશની રક્ષા કાજે ઘર અને રક્ષાબંધન જેવા તહેવારો ભૂલી, એલર્ટ ની સ્થિતી હોવાથી પોતાની ફરજ નિભાવતા દરેક પોલીસ કર્મી અને સુરક્ષા કર્મી ને સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છાઓ??????

Read More

હું જે દિવસે મરીસ,
તે દિવસે મારો દેહ જ નહિ,
મારાં દેહ ની સાથે એક વૃક્ષ પણ સળગતું હસે
ત્યારે સમજાયું કે જીવતાં જીવ તો ઠીક
મૃત્યું પછી પણ મારો સાથ વૃક્ષ જ આપશે.
(electric જાજા દિવસ નહિ ચાલે)
?????
એક વૃક્ષ તો વાવવું જ જોશે, અને વૃક્ષ ની કાળજી પણ રાખવી પડશે.

Read More

લાંબા સીધા કાળા ભમ્મર વાળ વાળી સુંદર તરૂણીએ
સૂયૉદય નાં સમયે માથાબોળ નાહીને
ભીંજાયલા કેશ ની લટો માં હાથ ફેરવી ને
એના સુંદર નયનની આડે આવેલી રેશમી લટો ને હટાવી ને
એની લાંબી ડોક ને હળવેથી ઝટકો આપે
ત્યારે જેટલું પાણી ઊડે......

એવડો વરસાદ આજ અમારે ત્યાં પડેલો????

Read More

*વિતેલી હોય પોતાના પર*
*તો જ શબ્દો સમજાય છે,*
*બાકી તો બધા ને*
*સુવિચાર જ દેખાય છે...*
*શુભ સવાર*
* જય રામાપીર*

Read More

સ્રી ઓ નું બ્રહ્માસ્ર- ઈ પી કો ૪૯૮(ક)

આશા છે કે સ્રી ઓ આ જ્ઞાન નો સદુપયોગ કરશે.

તમારી દીકરી ને વિદાય વેળાએ બિજુ કંઈ આપો કે ના આપો ખાલી ઈ પી કો ની ૪૯૮ ક ની description જરૂર આપજો. અને હા એક ફોટો ફ્રેમ કોપી જમાઈ ને પણ જરૂર આપજો અને કહેજો આ તમને રોજ જાગતા ની સાથે નજર પડે એવી જગ્યાએ રાખજો. ગેરંટી આપું છું સાહેબ તમારી બહેન દિકરી ને ખોટી રીતે ક્યારેય હેરાન નહીં કરે.

description: સ્રી નો પતિ અથવા પતિના સગા આવી સ્રી પર ક્રૂરતા આચરે અથવા કોઈ પણ પ્રકારનો ત્રાસ આપે અથવા દહેજની માંગણી કરે તો તે વ્યક્તિને, ૩ વર્ષ સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડ ને પાત્ર થશે.

આ ગુનો બિનજામીનપાત્ર અને બિન સમાધાન લાયક છે.

ધ્યાન રાખજો ભાઇઓ સ્રી એ જો બ્રહ્મસ્ર ઉપાડી લીધું તો વિનાશ પાકો. પણ ખોટું કોઈનું ના ચાલે માટે દૂરઉપયોગ ના કરવો.

Read More

શિક્ષણ ? એ સિંહણ નું દૂધ છે, જે પિસે તે ત્રાડ નાખશે.

હે માં ભારતી કેમ કરું રક્ષા તારી,
અહીં તો પોતાના જ ગદ્દાર છે.

ચૂંટણી ટાણે થોડાક પૈસા કાજે,
વ્હેંચી રહ્યા છે ઈમાન. હે માં ભારતી...

જાત પાત ના ઝઘડા કાજે,
લડી રહ્યા છે ભરી બજારે. હે માં ભારતી...

જાઈ આ હાલત દેશ ની, રડી પડ્યા શહિદો
આને કાજે નો'તી વહોરી શહિદી. હે માં ભારતી...

તક નો લાભ ઉઠાવી,
કરી ગયા વિદેશીઓ રાજ.
સમજી જાઓ ભારતીયો નહિ તો,
ફરી કરશે રાજ.

જો આટલું જાણી ને'ય ના સમજે માણસ,
તો હે માં ભારતી, આમાં કેમ કરું હું રક્ષા તારી.

Read More