Quotes by Parth Dhameliya in Bitesapp read free

Parth Dhameliya

Parth Dhameliya

@parthdhameliya1218


ખેતરમાં હું પાક લણું છુ,
તાત હું દુનિયા નો તડકે છાંયે તારા જાપ જપુ છું,
રાખવું છે ઘણું બધું,
તું કેવો અન્યાયી વર્ષ ને અંતે ફક્ત વ્યાજ ભરું છું,
દુનિયા ને ખવડાવી સારું,
ગુજરાન ચલાવવા વલખા મારી અંતે ગળે ફાંસ ખાઉં છું

By PM (pm_ni_vani)

#રાખવું

Read More

જ્યારે સમજવા જાવ છુ દુનિયા સ્વાર્થની શિલાઓ દેખાય છે
કામ કઢાવી પોતાનું એ સ્નેહી જ પારકા બની જાય છે
છીનવી બીજાનું એ સ્વાર્થી પોતાને ચતુર સમજી હરખાય છે
જ્યારે સમજવા જાવ દુનિયા માનવ જ મહાજાળ દેખાય છે
શાંત ચિત્ત કરી શરણે તમારે આવી બસ એટલું જ સમજાય છે
બની હું પાગલ જીવું હું આ જીવન, આ ભાવ જ સાર્થક બની જાય છે

By Parth (Pm_ni_vani)

#પાગલ

Read More

સુગંધ નથી તો પણ મેહકાવે છે,
રંગ નથી તો પણ લગાવે છે,
હસવું નથી તો પણ હસાવે છે,
વિરાન જિંદગીમાં સુખોનું વાવેતર કરાવે છે,
પાગલ કેવી છે આ કલા અને કેવી તું કારીગર !!!

By Parth (Pm_ni_vani)

#પાગલ

Read More

"વ્યક્તિ ના પરિચય ની
શરૂઆત ચહેરા થી ભલે
થતી હોય
પણ
તેની
સંપૂર્ણ ઓળખ તો
વાણીથી જ થાય છે"...!


#પરિચય

એ દીકરી સાક્ષાત જોગમાયા છે જે બાપની #માન મર્યાદા સાચવવા પોતાના સપનાને અભરાઈએ ચડાવી દે છે
#માન

આનંદ વેચાતો કે વસીયતમાં નથી મળતો,

એને જાતે જ વાવી ને સમયે સમયે માણવાનો હોય છે...😊

#આનંદ

કાયમ આનંદમાં રહેવા માટે,

સુવિધાઓની નહીં સમજણની જરૂર છે !!

#આનંદ

નિયતિ કહું કે નસીબ કહું
સરવાળે મને તું જ મળી છે
નસીબ ના લેખ કોઈ ના જાણે પણ મારી હસ્તરેખાએ તું જ લખી છે
#નિયતિ

Read More

આપણાં ઘરનો દીપે ચિરાગ
હણાતું આરોગ્ય તૂટે વૈરાગ્ય

ઝગમગે પ્યારને દીપે ચિરાગ
ઉછરે લાગણીનો બહું પ્રકાશ

છે મિલન છે સહવાસ તો
નવીન પ્રવાસે દીપે ચિરાગ

અંબર નીચે જમીન તપે ભલે
આપણાં ઘરનો #તેજસ્વી તાજ

યાદ ન જાવે આ સાથ આવે
લગાવ જૂનો અગાધ હસાવે

આપણાં ઘરનો કાયમી ચિરાગ
આઝાદ જિંદગી ને મળતી બનાવે

#તેજસ્વી

Read More

નદી એક #સાર આપે
વહેવું છે ખલ ખલ
ધન્ય કરવી છે ધરા

કાળા માથાનો માનવી કહે
હું તો સ્વાર્થી તું જ ને બગાડીશ
દુષિત હું તુંજ ને બનાવીશ
ઉપકાર કરે તું અમાપ પણ
મેલી હું તુંજ ને જ બનાવીશ
#સાર તારો અમૃત સમાન
વિષ બની હું તુંજ ને જ બગાડીશ..

By Parth(pm_ni_vani)

#સાર

Read More