The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તારા ભૂતકાળના ખૂણે તપાસી જોજે કોઈકવાર તને હાથવગા સ્નેહાળ સ્મરણો મળશે જેને કદાચ તે જાણીજોઈને નજરઅંદાજ કરી રાખ્યા હોઈ. આમેય આપણે બંધ થયેલા દરવાજા સામે જ મીટ માંડીને બેઠા હોઈએ છે.નજરો સામે ખુલ્લા પડેલા દરવાજા આપણને દેખાતા નથી કેમકે આપણી પાસે જે છે એના કરતા આપણી પાસે જે નથી એની જ ઝંખના વધુ રહેતી હોઈ છે. #ભૂત
માણસાઈથી મોટો કોઈ ધર્મ જ નથી.ધર્માંધ બનેલા શું જાણે એનો સ્વાદ.બે શક ધર્મના રસ્તે ચાલવું જોઈએ એમાં કશું ખોટું નથી પણ પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એવું આચરણ કે વિચાર કરવો જોઈએ નહી એવો ખોટો દંભ રાખવો પણ જોઈએ નહી.મારાજ ધર્મમાં માનવ જાતનું કલ્યાણ છે એવી વાત કે વિચાર માનવ જાતને નોખા પાડવાનું કામ કરે છે.પોતાનો ધર્મ જેટલો શ્રેષ્ઠ છે અને કલ્યાણકારી છે તેટલો જ બીજા ધર્મો પણ કલ્યાણકારી છે એવું માનીને ચાલશું તો માનવ જાતનું કલ્યાણ અને ઉન્નતિ નિશ્વિત છે. #ધર્માંધ
અાપો હવે કોઈ બેહોશ થવાને દવા.કે આ વિયોગના તાર રણજણેતો જીવને કકળાટ થાય છે.સાથે સફર શરૂ થયા ના સરનામાને હું ભૂલી નથી શકતોને ખબર નઈ પણ કેમ યાદ તને રેતું નથી કે પછી જાણી જોઈને તું નજરઅંદાજ શું કામ કરે છે એતો મને પણ સમજાઇ ક્યાંથી હવે? #બેહોશ
ઘણીવાર કેવું ઘણું હોઈને રહી જાઈ.એમાં એક વાત રહેલી છે કે તમે વાત જવા દેવા માંગો છો વ્યક્તિ નઈ. ને પાછું એવું પણ થાય કે પેલા દીવાની જ્યોત માફક ઉપર અજવાળુંતો થાય પણ અંધારું સ્થિર થયેલું તો હોયજ પણ ઘર કરી ગયેલું હોઈ તો ગમે તેટલી સમજણ આપો તોયે શું? #જ્યોત
જૂઓ આ ચોમાસુંતો હવે અડધું પડધુ થવા આવ્યું ને તોયે આ ક્યાં વરસે જ છે. ખેડૂતોના શા હાલ થયા હોઈ ભાઈ શું કેવું હવે? રોજ સવારે ઊઠીને બાજ નજરે આભ સામે મીટ માંડીને હવે આ ધરતી પુત્રોએ થાક્યા હોઈ એવું જણાય છે . #બાજ
આ વરહે વરહાત ન આવ્યોતો આ વરહે પણ પોણી અને ધોનના ફોફો પડહે એમો કોઈ નવાઈ નઈ હો.આ હું બેઠો બેઠો બબડતો તો. ને એટલામાં બાર ઢોલિયામાં બેઠા બેઠા હોકો તાણતા દાદા બોલ્યા આ ધરતીનું અમી પીને આપણ બધા મોટા થયા છે. વિસ્વા રાખો વિસ્વા."વરહાત એ આવહે ને ધરતી માત એમના અમી સીંચીને ધાનએ મોટા કરહે." #ધરતીનું
આતુર થયો જો આ પ્રેમ કરવા બસ એમજ. #આતુર
આતુર છું હું એવા પ્રસંગો જીવવા કે મૃત્યુપર્યંત મને અફસોસ ના નડે. #આતુર
#મૃત બધું બરાબર છે બસ તને મળ્યા બાદ મારી હાલત કંઇ ઠીક નથી આમ મરવા સમો થયો હોઈ મૃત અવસ્થા ધારણ કરવા બેઠો હોઉં એવું મને લાગ્યા કરે છે. ખેર પણ હવે કરાય પણ શું વાહિયાત વાતો મને આવડતી નથી અને આમ ગોળ ગોળ ફેરવી ને વાતો કરવી મને ગમતી પણ નથી સીધું ને સટ કહું છું તું મને ગમે છે.હું મૃતપ્રાય થાવ એ પેલા મારે તારી સાથે જીવવું છે. #તાત્પર્ય
તને પ્રથમ નિહાળ્યા બાદ મૃતપ્રાય થઈ ગયેલો હું. વિચારોમાં હવે બસ તારા આભો બનીને જીવું છું #મૃત
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser