Quotes by Parimal Parmar in Bitesapp read free

Parimal Parmar

Parimal Parmar Matrubharti Verified

@parimalparmar98gmail
(435)

વધારે ખુશ રહુ છુ થોડા દિવસોથી

લાગે છે કોઇ મોટુ દુખ આવવાની રાહ જોઇ રહ્યુ છે😊🙃

#ખુશ

સાજો થા તુ

છોડ સમાજની વાહ્યાત વાતો ને

ફરી ઉભો થા તુ

ભુલી જા ભયંકર ભુતકાળને

સાજો થા તુ

ભુલી જા પ્રેમની વાતો ને

ફરી ઉભો થા તુ

વિશ્વાસ રાખ ખુદની કલાયો પર

ફરી બેઠો થા તુ

#સાજા -થાઓ

Read More

સક્ષમ હતો હું પણ સંબંધો પર કાતર મુકવા

મને મારી લાગણી નડી ગઇ....😊

#સક્ષમ

અવરોધ આવશે અવનવા

માનવી જરા ચેતીને ચાલજે

માયાવી દુનિયાની માયાજાળમાં

ધ્યાન રાખીને પગલા માંડજે

અહીંયા નથી કોઈ તારુ

સ્વાર્થના સગા છે સૌ તુ જાણજે

માનવી જરા ચેતીને ચાલજે


#અવરોધ

Read More

સિર્ફ બાત કરને સે મના કીયા હે
યાદ કરને સે નહીં😊

ઉત્સાહી જીવનની વ્યથા છે

નાનકડા છોકરાની આ કથા છે

ભણવુ હતુ મારે ખુદના માટે

મમ્મી પપ્પાએ માર્કસ માટે ભણાવ્યો છે

રમવુ હતુ મારે દોસ્તારો સાથે

ઘા લાગવાની બીકે નવો ફોન અપાવ્યો છે

કરવુ હતુ મારે કશુક ખુદના માટે!

મને સપનાઓના ભાર હેઠળ દબાવ્યો છે

મહાલવુ હતુ મુક્ત ગગનમાં મસ્ત બનીને મારે

સપનાઓના બોજે ચાર દિવાલમાં પુરી રાખ્યો છે

બનવુ હતુ મારે પણ મોટા માણસ

નોકરી ધંધાના ચક્કરે વ્યસ્ત બનાવી રાખ્યો છે

ક્યાં ઇચ્છા હતી સાહિત્યની સરીતામાં તણાવાની

આ તો એકલતાએ લેખક બનાવી રાખ્યો છે

ઉત્સાહી જીવનની વ્યથા છે

નાનકડા છોકરાની આ કથા છે

પરિમલ પરમાર

#ઉત્સાહી

Read More

ઉત્સાહી બનીને શુ કરશો ?

દુનિયાને તો તમારી નિષ્ફળતા જોવામાં રસ છે😊

#ઉત્સાહી

પહેલા હું ઉત્સાહી હતો

પછી દુનિયાના સંપર્કમાં આવ્યો

આગળ તો તમે જાણો જ છો 😊😊😊

#જાલીમ_દુનિયા

#ઉત્સાહી

દુષ્ટ માણસથી દુર રહેવાની સલાહ આપતી ‌આ દુનિયા

ખુદના વખાણ કરતા કયારેય થાકતી ન આ દુનિયા

બીજાના દોષો જોવા નજર તેજ રાખતી આ દુનિયા

પોતાના દોષ છુપાવવામાં માહિર છે આ દુનિયા

અન્યોની વાતોમાં રસ દાખવતી આ દુનિયા

વાત આવે ખુદ પર તો ઘરમાં છુપાઇ રહેતી આ દુનિયા

અન્યોને નીચા દેખાડવા પ્રયાસો કરતી રહેતી આ દુનિયા

જયારે ખુદ ઝુકવાનુ થાય ત્યારે શરમાતી આ દુનિયા

માણસાઇ મરી પામી છે હરહંમેશ કહેતી આ દુનિયા

પોતાની અંદર જ છુપાયેલો શેતાન છે દેખતી ન દુનિયા

દુષ્ટ છે દુષ્ટ છે કહીને બીજાને ડરાવતી આ દુનિયા

ખુદ પોતે દુષ્ટ છે એવુ કયારેય જતાવતી ન અા દુનિયા

દુષ્ટ માણસથી દુર રહેવાની સલાહ આપતી અા દુનિયા

ખુદના વખાણ કરતા કયારેય થાકતી ન આ દુનિયા





#દુષ્ટ

Read More

દુષ્ટ દુષ્ટ કર્યા કરો છો સૌ કોઇ

કયારેય પુછ્યુ ખરા ,

કેમ દુષ્ટ બન્યો તુ ?

#દુષ્ટ