Quotes by paresh kodiya in Bitesapp read free

paresh kodiya

paresh kodiya

@pareshkodiya


'નય સમજાય'

"મનની દિવાલમાં ઈંટો ઘણીય, ગણે નય સમજાય,
તોડીને તો ગણી શકો પછી ચણે નય સમજાય.  

જીંદગીનું ભણતર સહેલું નથી કાંઈ,
એક-બે ચોપડી ભણે નય સમજાય.

તું કહે તો મૌન ની વાત પણ સમજી લઉં,
પણ આ પ્રેમ ની વાત મને નય સમજાય.

લાગી તી આગ આખેય જંગલ માં,
આ દિલ ની વાત છે તને નય સમજાય.

તમે કોફી ના દિવાના ને અમે ચા ના ચાહક,
આ દુશ્મની ની વાત છે સૌને નય સમજાય."
~`પરેશ કોડિયા.
#listen

Read More

#kavyotsav

મારી સફર હતી મજાની,
ચાલો કવ એની કહાની.

મસ્ત હતી મારી જવાની,
ખબર ન'તી વ્યર્થ જવાની.

મુંજવણો હતી ભેજાની,
લાગતી સમી જટા'ની.

પ્રેમની વાત ન'તી ગજાની,
છતા હતી એક દિવાની.

થતી અંતમાં બધેજ હાની,
આવીજ હતી જીંદગાની.

~` paresh kodiya

Read More