Quotes by Pareshbhai in Bitesapp read free

Pareshbhai

Pareshbhai

@pareshbhai3115


એકાદ તારો તમારો ન થઈ શકે તો કઈ નહી,
આખું આકાશ તારાઓથી ભરેલું છે.
અને એમાંથી પણ એકેય તારો તમારો ન થાય તો દુ:ખી ન થતા
કદાચ તમારા નસીબમાં ચાંદ હશે...
પરેશ ચૌધરી

Read More

न मे गिरा,
और न मेरी उम्मिदो के मिनार गिरे।
पर कुछ लोग ,
मुजे गिराने मे केइ बार गिरे।
Pareshbhai

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના!
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિંદુ મહિં ડૂબીને સિંધુ તરી જવાના!
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના!
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના.
મનમાં વિચાર શું છે ? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓ માં પણ પાથરી જવાના.
એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર જખ્મોને નજરથી ટાંકા ભરી જવાના.
સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ!
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના.
એ કાળ કંઈ નથી ભાઈ તું થાય તે કરી લે!
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!

Read More