Quotes by Paresh A Dhuaa in Bitesapp read free

Paresh A Dhuaa

Paresh A Dhuaa

@pareshadhuaa9720


અવસાન બાદ સ્મશાને જતી નનામી ઉભી રખાવી એક ભાઇ બોલ્યા કે.. મારે મરનાર પાસે પંદર લાખ લેવાના છે, એના છોકરા આગળ આવી પહેલાં મારા રૂપીયા આપે કે કબૂલે પછી જ એને અગ્નિ દેવા જગ્યા આપીશ, એમના પાંચેય દિકરાએ આવીને કહયું કે.. અમને કાંઇ ખબર જ નથી તો અમે રૂપિયા કેમ આપીએ? પેલો ભાઇ કહે જ્યાં સુધી મારી રકમ નહીં મળે હું આપના પિતા ને અગ્નિ દેવા નહીં દઉ.. આ વાત ઘર સુધી પહોંચી.. જે વ્યક્તિ અવસાન પામેલી એની દીકરીએ પોતાના પહેરેલા બધા દાગીના કાઢી ને એ લેણદાર ને આપતા કહયું.. આ રાખીલો કાકા મારૂં સોનું ને બીજા જે ખુટતા હોય તે મારા પિતાશ્રી ને અગ્નિ આપ્યા બાદ મારી FD તોડાવીને તમને ચૂકવી આપીશ.!! ત્યારે એ માણસ બોલ્યો દીકરી મારે તારા પિતાશ્રી પાસે એક રૂપિયો પણ લેવાનો નિકળતો નથી, મારે તો તારા પિતાને પંદર લાખ આપવાના બાકી છે.. એ રૂપિયા મારે કોના હાથમાં આપવા એની મને મુંઝવણ હતી..લે બેટા આ રૂપિયા આની સાચી હકદાર તુ જ છે અને દીકરી ધન્ય છે તને ને તારા માવતર ને કે મર્યા પછી પણ તું તારા માવતર ને ભુલી નથી.

Read More