Quotes by Paresh Patel in Bitesapp read free

Paresh Patel

Paresh Patel

@paresh6557


બળી જશે લાકડા ઠરી જશે રાખ.
તારી ખુમારી તારી પાસે રાખ.

જીવી લે જિંદગી મોજ મસ્તી ની
તારી અકડ તારી પાસે રાખ.

રોપી દે પ્રેમ નું તરુ ?
હેત નું ખાતર એમાં નાખ.

ઉગશે ફળ મધ ભરેલું
વિશ્વાસ ના હોઠે એને ચાખ .

પૈસો કઈ બધું જ નથી
માનવતા ની બનાવ શાખ .

દરિયો બનશે કદી તોફાની
ધીરજ ની નાવ તું હાંક .

ખુલી આંખે તું દુનિયા જુવે
ક્યારે ભીતરે તું ઝાંખ .

હાર ની શરણે ના થા
આપી છે તને હોંસલા ની પાંખ .

શ્વાસ આપ્યા પણ જીવે નહિ
એમાં ઈશ્વર નો શું વાંક. !!!!

હરપલ ખુશ રહો દોસ્ત.

Read More

આંખો મા છુપાવેલ તારી મોહબ્બત નુ તુફાન છે તેમ છતા તારી મેહફિલ મા અમે બેજુબાન છીએ

જે વ્યક્તિ તમને સૌથી વધુ #Hurt કરતી હોય, એ વ્યક્તિ જ તમને સૌથી વધુ #Love પણ કરતી હોય છે !

લડીને તો દુનિયા જીતી શકાય સાહેબ, દિલ જીતવા માટે તો પ્રેમ જ કરવો પડે !!

કોઈની પાછળ જીવ આપી દેવો એ પ્રેમ નથી, કોઈના વિના જીવી બતાવવું એ સાચો પ્રેમ છે.

પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય, પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય !!

વિવિધ ભાષાઓ છે મારી દુનિયાની, હું કાંય પણ ના બોલું અને તો પણ એ બધું સમજી જાય, સાહેબ એનું નામ પ્રેમ !!

એક જ વાત હોય છે પ્રેમ માં, દિલ પોતાનું અને રાજ બીજાનું !!