The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#Kavyotsav -2 "अवतार!" जो इस देश का भाग्यविधाता है, वो इस भारत मैं रहेता हैं! उसनेे अपने घर को त्यागा , देश को इक घर बनाया हैं! वो जब छोड सब, गया हिमालय, बाद में शक्ति कोइ उसमें आइ हैं! विरोधी क्या कहेता ओर क्या है करता, वो देशहित के लिए जीता मरता हैं! सच्चा मुंह पर कहने वाला, झूठे को सबक सिखाता हैं! शब्दो मैं उसके शेर सी गर्जना, इरादों में ताकत लोहे सी हैं! मुख पर सुर्य तेज सा उसमें, बदन में बिजली सी स्फूर्ति हैं! देश को हानि करने वालो को, उसने मार गिराया हैं! वंदन करता उस मात को, जिसने इसे एक वीर बनाया है! अरे,वो कोई इन्सान नही, इक अवतार बनके आया है! कोई उसका क्या बिगाड़े, जिसनें साथ इश्वर का पाया हैं! वो अवतार कोई और नहीं, मेरे देश का "पी.एम् मोदी" मुझें भाया हैं! सुनो सुनो ऐ भारतवासी, बहोत हो गई नाइंसाफ़ी! अगर कल को बहेतर बनाना हैं, तो "मोदी"को बार बार विजय रचाना हैं! © लेखक- पंडया शक्ति अनुपमभाई
#MoralStories "ઇશ્વર માં આસ્થા!" એક ગામ હતું. ગામ માં નરાદ શેઠ નામનો ધનિક રહેતા હતો. તેઓ બધી રીતે સુખી સંપન્ન હતા. પણ શેઠ ના ઘેર કોઈ સંતાન નહોતું. તેથી શેઠ અને શેઠાણી દુ:ખી રહેતા! એકદિવસ શેઠાણી શેઠ ને બોલયા,"જો હવે આપણે ટુંક સમય સંતાન નહી થાય તો હું આપઘાત કરી લઈશ!" શેઠ શેઠાણી ની વાત સાંભળી ને કહ્યુ,"ના ના! તમે એવુ પગલું નહી ભરો! હું આજ જ આપણાં ગામના તાંત્રીક પાસે જઈને કાંઈક ઉપાય શોધું છું!" શેઠ પહોચી ગયાં તાંત્રીક પાસે અને તાંત્રીક પાસે જઈને બધી વાત કરી! તાંત્રીક બોલ્યા,"આનો ઉપાય એ છે કે તમે કોઈપણ નાના બાળક ની બલી આપો તો તમને પુત્ર પ્રાપ્તી થશે અન્યથા આનો કોઈજ માર્ગ સંભવ નથી!" શેઠ:- ઠીક છે, હું આજ જ ગામ માં જઈને ગામવાસીઓને સુચના આપું છું!" શેઠે ગામ માં જઈને ઢંઢેરો પીટાવી ને જાહેર કર્યુ કે,"જે વ્યકિત એમનું બાળક બલી માટે આપસે એને હું મારી અડધી મિલકત આપીશ!" ગામ માં વાત ફેલાઈ ગઈ! ગામ માં જ રહેતો એક ગરીબ પરીવાર કે જેના ઘેર આઠ બાળકો હતા એમણે કિશોર નામનાં બાળક ને પૈસો મિલકત મળે એ માટે આપવાનુ નક્કી કર્યુ! શેઠ પાસે જઈને કિશોર ના પિતાએ કિશોર ને શેઠ ના હવાલે કર્યો! શેઠે બોલી મુજબ એમને અડધી મિલકત આપી દિધી! કિશોર ના લાલચી પિતા મિલકત મેળવી ને ખુશ થઈ જતા રહ્યા! શેઠ કિશોર ને લઈને તાંત્રીક પાસે ગયાં. તાંત્રીકે સંપુર્ણ તૈયારી કરી ને કિશોર ને પુછ્યુ,"તારી કોઈ આખરી ઇચ્છા?" કિશોર ભગવાન માં અનંત આસ્થા રાખનારો બાળક હતો! તેણે કહ્યુ,"ઠીક છે! મને થોડી રેતી આપો!" કિશોર ને રેતી આપવામાં આવી. કિશોરે રેતી ના ત્રણ ઢગલાં કરી, એક એક કરીને બે ઢગલાં ને તોડી નાખ્યા અને ત્રીજા ઢગલાં ને હાથ જોડીને બેસી ગયો અને શેઠ ને કહ્યુ,"હવે જે કરવું હોય કરો!" શેઠે કિશોર ને આ બધું કરતાં જોઇને પુછ્યુ,"અરે! આ બધું તે શું કર્યુ ને તું ત્રીજા ઢગલાં સામે હાથ જોડીને કેમ બેસી ગયો?" કિશોર બોલ્યો,"પેહલી ઢગલી મારા મા-બાપ ની હતી! જે માં-બાપે મારી રક્ષા કરવી જોઈએ એજ માં-બાપે પૈસા માટે મને મોત આપ્યુ! બીજો ઢગલો મારા સગાં સબંધી નો કે જેમણે મારા માં-બાપ ને આવું કરતાં રોક્યા નહી! અને આ છેલ્લી ઢગલી ભગવાન ની છે. હવે એના સિવાય મારું કોઈ નથી અને હું હવે એમના હવાલે છું એટલે હવે એ જે કરશે એ ઠીક જ હશે એટલે આ છેલ્લા ઢગલાં સામે મેં હાથ જોડી પ્રાર્થના કરી!" શેઠ કિશોર ની વાતો સાંભળી ને પસ્તાવા ની આગ મા બળ્યો ને સોચવા લાગ્યો હું કેટલો પાપી છું! મારા ઘેર સંતાન થાય એના માટે આવા કુમળા બાળક ની બલી આપું છું! હું આ બાળક ને જ મારો પુત્ર બનાવીશ! શેઠ અને શેઠાણી કિશોર ને પોતાનું સંતાન બનાવી ને પોતાના દિકરા જેમ સાચવીને આનંદ થી જીવવા લાગ્યા! બોધ:- "જે વ્યકિત ગમે તેવા સંજોગો માં પણ ઇશ્વર પર આસ્થા રાખે છે એનો વાળ પણ વાંકો ભગવાન થવા દેતાં નથી!"
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser