Quotes by Pallavi Gohil in Bitesapp read free

Pallavi Gohil

Pallavi Gohil

@palrakesh9489
(242)

"શિક્ષિત સાસરું"

આજે બહાર ફરવા જવાનું હતું અને સવારની 6:30ની ટ્રેઈન હતી તેથી 5:30 વાગ્યે રીક્ષા ઘરે જ બોલાવી એમાં સામાન મૂકી અમે સ્ટેશન તરફ નીકળ્યા. રિક્ષાવાળા ભાઈ મુસ્લિમ લાગતા હતા. અમારા બંને વચ્ચે બેઠેલી અમારી બે વર્ષની દીકરીને જોઈ એમણે પૂછ્યું , " બેટીનું નામ શું છે...?" અમે ટૂંકમાં જ "માહી" જવાબ આપ્યો. એમણે આગળ ઉમેર્યું ," બેટી બહુ પ્યારી છે. ખરેખર...ખુદાને જે ઘર ગમેને ત્યાંજ એ બેટી આપે. રીક્ષા પાછળ જે ફોટો છે ને એ મારી ત્રણ વર્ષની દીકરી માહીરા. મારી બીવી બીજી વાર પેટથી છે. હું તો ખુદાને બસ એટલી જ દુઆ કરું કે બીજી વાર પણ મને બેટી જ આપે." એટલામાં અમારું સ્ટેશન આવી ગયું ને અમે ઉતર્યા. એ ભાઈએ માહીને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા ને નીકળી ગયા. અમે ટ્રેઈનમાં બેઠા. હું બારી બહાર જોઈ રહી. મારા કાનમાં હજી એ રિક્ષાવાળા ભાઈના શબ્દો સતત ગુંજી રહ્યા હતા. મને એ દિવસ આંખ સામે દેખાઈ રહ્યો. રાતના અગિયાર વાગ્યાના ટકોરે ફોનની રિંગ સંભળાઈ...
‌               "ટ્રીન...ટ્રીન...મેં રીસીવર ઉઠાવ્યું. "હેલો...સૃષ્ટિ...?"(ખાસ મિત્ર). અને સામે છેડેથી ડૂસકાં સાથે રડવાનો અવાજ આવ્યો. "તું કેમ રડે છે...?શું થયું...?કેમ કાંઈ બોલતી નથી...?" મેં સવાલોની ગોળીબારી ચલાવી. એટલામાં જ સૃષ્ટિની બહેન દ્રષ્ટિએ ફોન લઇ લીધો અને સૃષ્ટિના રડવાનું કરણ વિગતવાર કહેવા લાગી. "જીજુ એમના માતા-પિતાનું એકનું એક સંતાન છે અને દીદીના ખોળે પહેલી દીકરી જન્મી. પહેલા તો સહુ ખુશ હતા પણ બીજી વાર દીદીને જ્યારે પ્રેગ્નનસી રહી ત્યારથી જ દીદીના સાસુ દીદીને ગર્ભ પરીક્ષણ માટે કહ્યા કરતા હતા. જીજુ બધુ જ સમજતા હતા પરંતુ માં-બાપની પુત્રની ઈચ્છાને લીધે કાંઈ કહી નહતા શકતા અને ગર્ભપરીક્ષણ કરાવડાવ્યું. હવે ગર્ભમાં દીકરી છે આ વાત જાણી સાસુ-સસરા તો રીતસરના દીદી અને જીજુ પર ગર્ભપાત માટે દબાણ કરી રહ્યા છે. દીદીના સાસુ તો 'અમારું કુળ નાશ પામશે. વારસદાર તો જોઈએ જ. એક દીકરો તો જોઈએ જ. જે સ્ત્રીને દીકરો ના હોય એને તો લોકો વાંઝણી કહે. દીકરી તો પરણીને ચાલી જાય એ તો પારકી કહેવાય. આપણા કુળનું નામ આગળ ધપાવનાર તો જોઈએ જ.' આમ કહીને મહેણાં ટોણા માર્યા કરે છે. જીજુ પણ માની ઈચ્છા સામે આ પાપ કરવા તૈયાર થઈ ગયા છે પરંતુ દીદી આ પાપ કરવા તૈયાર નથી અને જો દીદી આવું નહિ કરે તો છૂટાછેડાની ધમકી આપી દીધી છે માટે દીદી અહીં આવી ગયા છે અને બે દિવસથી બસ રડયે જ જાય છે. તમે દીદીના બાળપણના મિત્ર છો અને ખૂબ સારી રીતે દીદીને સમજો છો. તમારા સિવાય દીદીને કોઈ નહીં સાચવી શકે. પ્લીઝ તમે ઘરે આવી જીજુને સમજાવો અને દીદીનું ઘર તુટતાં બચાવો." મેં હા કહ્યું ને ફોન મૂકી દીધો. બીજા દિવસે સવારે હું સૃષ્ટિના ઘરે ગઈ તો જાણવા મળ્યું કે આવી પરિસ્થિતિમાં સતત તણાવમાં રહેવાથી સૃષ્ટિને મિસકેરેજ થઈ ગયું હતું અને સાથે બ્રેઈન સ્ટ્રોક આવવાથી એ કોમામાં જતી રહી હતી. વીસ દિવસના અંતે એ હંમેશને માટે આ દુનિયા છોડી જતી રહી...
‌                 સૃષ્ટિ અને હું સ્કૂલથી લઈને કોલેજ સુધી સાથે જ ભણતા. એ એમ.એસ.સી. થયેલી જ્યારે એના પતિ બી.ઇ. હતા. સાસુ-સસરા બંને રીટાયર શિક્ષક હતા. આવુ ભણતર શું કામનું...? આજે મને આ રિક્ષાવાળા ભાઈ આ લોકોની સરખામણીએ વધુ શિક્ષિત લાગ્યા.
                    
                       ✍️પલ્લવી ગોહિલ 'પલ'
                            વડોદરા

Read More

"બળાત્કાર"

શું પતિના ગયા પછી સ્ત્રીની હાજરી અપશુકન થઇ જાય...??? કેમ...???

"સેવા"

"પેંડા જલેબી"

પહેલા ખોળે દીકરો માને ઘડપણનો સહારો,
અને આવે જો દીકરી તો લાગે સાપનો ભારો...?
જાણે કેમ છે આવી દુનિયાની રીત...?
નથી સમજાતું, નથી થાતું મગજમાં ફિટ.
દીકરી જન્મે વહેંચે જલેબી દીકરા જન્મે પેંડા,
લાગે મને આ બધા જાણે છે અક્કલના ગાંડા.
સરખામણીએ ગણતરી વધી રહી છે દીકરાઓની,
નહિ રહે જો દીકરી, વહુ ક્યાંથી લાવશે મુરતિયાઓની...?
દેવનો દીધેલ નથી કાંઈ કામનો નહિ રહે જો દીકરી,
વિનાશ થઇ જાશે સૃષ્ટિનો કહી રહી આ નારી....
                                             -Pallavi gohil

Read More

" વહેમ " માઈક્રોફિક્શન