Quotes by Palak Chandarana in Bitesapp read free

Palak Chandarana

Palak Chandarana

@palakchandarana103750


શબ્દોની ગૂંચવણ થોડી વધી ગઈ છે..
લાગે છે તારી યાદો સાથેની મારી સગાઈ થોડી વધુ મજબૂત થઈ ગઈ છે..
-Dr Palak Chandarana

ઘણીવાર આપણે કોઇ એક વ્યક્તિને કે કોઇ એક સંબંધને એટલું બધું આપી દેતા હોઈએ છીએ કે કોઇ બીજા વ્યક્તિ કે સંબંધને આપવા માટે આપણી પાસે કઈ બચતું નથી હોતું.એ આપણો પ્રેમ હોય,કાળજી હોય, સમય હોય કે પછી ગુસ્સો હોય..એ સંબંધ પૂરો થતાં કે એ વ્યક્તિ નું આપણા જીવનમાંથી દૂર જવાથી આપણે લાગણી શૂન્ય બની જતા હોઈએ છીયે.એ સંબંધ અને વ્યક્તિ માટે જેવી અને જેટલી લાગણી હતી એ બીજા કોઇ પણ માટે અનુભવી શકતા નથી હોતા આપણા અથાક પ્રયત્નો છતાં પણ.એ સંબંધ ને આપણે એટલું બધું આપી દેતા હોઈએ છીયે, એ વ્યક્તિ ને એટલી બધી લાગણીઓ થી ભરી દેતા હોઈએ છીયે કે આપણે લાગણીઓથી ખાલી થતાં જઈએ છીયે છતાં પણ આપણામાં એક પૂર્ણતા ની લાગણી આવતી હોય છે.એ ખુશી અને એ એહસાસ જે-તે સંબધના પૂર્ણ થયા પછી પણ ક્યાંક ને ક્યાંક આપણી અંદર રેહતો હોય છે.એનો એહસાસ આપણા હૃદય ના એક ખૂણામાં હર હંમેશ જીવંત રેહતો હોય છે..
Dr Palak Chandarana

Read More

દરેક ચુપ્પી કે મૌન પાછળ નું કારણ દર વખતે ફક્ત નારાજગી જ નથી હોતું, પણ ક્યારેક નિરાશા, ક્યારેક ગુસ્સો, તો ક્યારેક આપણા દ્વારા બોલાયેલ શબ્દોથી સામેવાળી વ્યક્તિ ને પહોંચી શકતી પીડા નો ડર કે એહસાસ પણ મૌન ને નિમંત્રણ આપે છે
Dr Palak Chabdarana

Read More

जुदा होकर भी तुझसे जुदा हो ना सके।
बस आख़री बार मिलने की चाह को हर बार मिलकर भी बुझा ना सके ॥