Quotes by જોષી ચિંતલ in Bitesapp read free

જોષી ચિંતલ

જોષી ચિંતલ

@oxuwznvw2234.mb
(92)

પુરુષ.
????

પુરુષ કદી લાગણીમાં નથી સમાતો ! એને બાંધવો મુશ્કેલ નથી પણ તેને બાંધીને રાખી મુકવો મુશ્કેલ છે. એ અમુક સરકણા રસ્તે લપસી જાય છે ! અને એજ લપસ્તા નાજુક શરીરોને ટેકો આપી સાચવીએ જાણે છે.

એ જેટલો રમતિયાળ એટલોજ ગંભીર ; જેટલો ઉતાવળો એટલોજ ધીર ! તે સરળતાથી દુઃખ સંતાળી શકે છે પણ ગુસ્સો નહિ ! તેના ધીરજની સીમા અમાપ પણ ઉગ્રતા અને આક્રોશ બંધિયાર . તેના ગુસ્સાને પંપાળીને રાખો ત્યારે તે એકદમ શાંત હશે ને જ્યારે ખરોચો તો એ વધુ ઉગ્ર !

દર વખતે એ પ્રેમને રમત નથી માનતો , ને જ્યારે રમે છે પ્રેમમાં ત્યારે કદી નથી હારતો. હાંસિલ કરી લેવું તેની નિતી છે, ને એ નિતીમાં એ ખરા ઉતરવા માટે કંઈપણ કરી નાખે છે.

ક્રૂર માં ક્રૂર પુરુષ પણ એક જગ્યાએ વામળો કે પાંગળો હોય છે એ જગ્યા છે "સ્ત્રી". તે એક એવી સ્ત્રી શોધે છે જે તેના દરેક પાસા સાથે તેને અપનાવે . અને એ અમૂકજ પુરુષોના નસીબમાં શક્ય બન્યું છે. પુરુષ સ્ત્રીને મા અને પત્નીના સ્થાનમાં હોય ત્યારે વધુ ચાહે છે. બીજે તે તેની પ્રમાણિકતા જ દાખવે છે. કદાચ એટલેજ અમુક ભટકેલાઓ ત્યારે રેપીસ્ટ બની જાય છે. તેની માટે જાતીય આવેગો રોકવા અશક્ય હોય છે પણ એ જો રોકવા ધારે તો શંકર સમાન બની જાય છે!

તે પોતાની જાતને પ્રેક્ટિકલ બતાવવામાં સફળ રહે છે જ્યારે એ ખરેખર એવો નથી હોતો. તેના હૃદયના એક ખૂણે લાગણીઓ ઉભરાતી રહે છે ને એ પ્રવાહ પર બંધ બાંધી એ તેને રોકી રાખી શકે છે. પણ એક સુંવાળા તોફાનમાં સહેલાઈથી એ બંધ તૂટી જાય છે અને એજ લાગણીઓ તેને ક્યારેક વહેણમાં ઢસળતી તો ક્યારેક ડુબાડી દેનાર હોય છે. પરિણીત પુરુષો એનો જીવંત દાખલો હોય છે. લગણીઓમાં સતત એજ ઘવાતો હોય છે.

જ્યારે કોઈ પુરુષ સફળતાનાં શિખરે હોય છે ત્યારે તેને ત્યાં એકલુંજ મહાલવું હોય છે એ વખતે એ તેની સાથે સતત ચાલીને પ્રવાસ કરતી વ્યક્તિને પણ પાછળ મૂકી શકે છે. ઈશ્વરે પુરુષને કોમળ નથી બનાવ્યો પણ એ કમળ બની રહ્યો છે ! પાણીમાં રહે તોય પાણી તેને સ્પર્શીન શકે તેવું કમળ . પાણીના મોહમાં કે બંધનમાં નહિ તેવું.
ચિંતલ જોષી.

Read More

બાળપણ પણ લૂંટારું થઈ ગયું છે.
એ લૂંટી જાય છે આપણા સપના !
આપણી આશાઓ,
આપણી અપેક્ષાઓ,
આપણી ઇચ્છાઓ,
આપણા અરમાન,
એ આપણું મન લૂંટી લે છે, આપણા ગીતો જોડકણાં વાર્તાઓ અને વિચારો પણ લૂંટી જાય છે.ખાલી કરી નાખે છે આપણોઅનુભવનો ખજાનો !

એની તોતળી ભાષા લૂંટી લે છે આપણા શબ્દો, લથડાતી, અથડાતી અને ચંચળ ચાલ આપણો સહારો લૂંટે છે ! એ સાવ લૂંટી લે છે આપણી લાગણીઓ અને તેને જતાવવાની રીત .

આપણા દેખાવ સાથે આપણી ઓળખ પણ અને ઓળખીતાઓને પણ અને આ બધું મેળવી સમૃદ્ધ થયા પછી એ પણ હવે તૈયાર છે એ લૂંટલો ખજાનો લૂંટાવવા.

આ ચક્ર તો ચાલુજ રહેશે દર વખતે બાળપણ બદલાય છે લૂંટાનાર પાત્ર બદલાય છે પણ એકનો એક હોય છે લૂંટાઈ રહેલો મુદ્દામાલ. પણ આવું લૂંટાઈ જવું પણ રોમાંચથી ભરેલું છે. આટલા સાહસિક તો થવું જોઈએ બાળપણની આસપાસ નહિ?

Read More