Quotes by Nik in Bitesapp read free

Nik

Nik

@nishasindha3570


કેટલા લોકો સહેમત છો...

ઘણું વિચાર્યા પછી આજે એક વિચાર આવ્યો. આજે મોટાભાગની શાળાઓએ ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું છે. તો દરેક શાળા ના વર્ગો માં હવે પછી ડિજિટલ કેમરા હોય અને શાળા ના જ સમયે દરેક વાલી પોતાના બાળક ને વર્ગ માં ભણતો જોઈ શકે એવુ આયોજન કરવામાં આવે અવાજ શિક્ષક નો સાંભળી શકાતો હોય તો કેવું સારુ. ને બાળક જયારે કોઈક કારણસર ગેરહાજર હોઈ તો વાલીઓ એ રેકોર્ડિંગ જોઈ શકે. ને પરીક્ષા માં બાળક વાંચન ની સાથે ફરી રિકોર્ડ કરેલા વિડિઓ જોઈ ભણી શકે. તો એને એના દરેક વિષય માં સરળતા રહેશે.

Read More

કોણ જાણે કેમ આજે બેચેની વધતી હતી..
આજે રહી રહી ને એની યાદ આવતી હતી...

વિચાર માને વિચાર માં કઈ કેટલી એ વિચારતી હતી...
આજે એને કહી જ દઈશ નું યુદ્ધ માં ડૂબી હતી...

ને એના સામે આવતા જ એનાથી એ છુપાવતી...
ને મનમાં ને મનમાં બસ ખુશ થતી...

કેટલી ચંચળ એ જવાની હતી...
ભૂતકાળ ની એ જવાની હતી...

Read More

એમને જોતા જ આંખ સમક્ષ ભૂતકાળ દેખાવા લાગ્યું... ઓ બેન...હા તને જ કહું છું.ને હું મનોમન ફફડી ને આંખ નીચે ઢાળી દીધી ને એમના એક જ અવાજ થી બાદોબાદ ભરેલો મારો વર્ગ તરત શાંત થયો. એ શિક્ષક નો આટલો ધાક હતો.
એટલું સરસ એ ભણાવતા પણ હતા. આવા અદ્ભૂત શિક્ષક ખરેખર ભણેલું સાર્થક લાગે.
આજે જયારે 15 વર્ષ પછી એક લગ્ન માં જોયા. ચેહરા ની એજ ચમક મોં પર એજ ભાવ તરત એમના પગે પડ્યા અમે પરિચય આપીએ એ પેહલા જ એ ઓળખી ગયા.
અહો જબરી યાદ શક્તિ.
એક વાર અમારા પ્રિન્સિપાલ કહેલું કે બેન ગોલ્ડ મેડાલીસ્ટ છે. એટલે મેં પૂછી જ લીધું.ટીચર હજી જોબ ચાલુ છે? એટલે એમને હસતા હસતા કહ્યું કદાચ છેલ્લે મેં તમને જ ભણાવ્યા હશે એ પછી મેં જોબ કરી જ નથી.
અમે આશ્ચર્ય થયું એટલે એમને વાત શરૂ કરી આ છોકરા થયા પછી જોબ ચાલુ રાખવી એય થોડી જવાબદારી માંગી લે.મારી દેરાણી ને મને સાથે જ બાળકો થયા એટલે ઘર માં જોડિયા બાળકો હોય એમ જ થતું એ બેવ જ પિયર માં મોટા થયા પાછા એ મોટા થયા એટલે ભણાવા લાવ્યા એટલે કામ ને પહોંચી વરવું જાણે મુશ્કેલ હતું ત્યારે છોડી એ છોડી.મારાં થી રહેવાયું નહિ મેં ફરી કહ્યું કઈ નઈ ફરી લાગી જાવ...ના ના હવે ક્યાં બોલતા બોલતા અટકી ગયા...
ઘર ની જવાબદારી માં પોતાનું અસ્તિત્વ ભૂલે એ જ સ્ત્રી..
એક સાથે અનેક અવતાર જીવું હા હું એજ સ્ત્રી...
મારા પોતાના પણ સપના હતા જેને મેં બસ જીવ્યા...
ને ઘર ને માટે બસ એને જ તરછોડયા....
બસ મૂલ્ય એનું સમજાય જાય...

Read More