The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દરેક સાંજ આમ જ સુંદર નથી હોતી, છત પર આવી ઢળેલી જૂલ્ફો સાથે તારું શરમાવું પણ જરૂરી છે... લિ. નિસર્ગ ઠાકર"નિમિત્ત"
નાવ પણ એ જ, અને નાવિક પણ એ જ.. પથ બદલાતા બદલાયેલ નદીનો વહેણ નીકળ્યો.. વ્યક્તિ પણ એ જ, અને પ્રેમ પણ એ જ... હું ય ઘેલો કે, લાગણીઓ બદલાતા... તારા ગુલાબવાળી ડાયરી વેચવા નીકળ્યો... લિ. નિસર્ગ ઠાકર"નિમિત્ત" હેતનું સ્થળ:- nisarg_thakar_
ફગાવે જો તું આ છત્રીને... તો વરસાદ બની ભીંજવવા તને તૈયાર હું તલવાર સમી જો તું તારી બોલી રાખે, તો મ્યાન બની એને સાચવવા તૈયાર હું... સ્વર જો આપે સખી આ મૌન શબ્દો ને... આવરદા ના અંત સુધીનો શ્રોતા બનવા તૈયાર હુ... તારી આ લાગણીઓની કેદમાંથી બહાર એક ડગલું માંડ... તો હાથ પકડી સદાય સાથે ચાલવા તૈયાર હું.... લિ.નિસર્ગ ઠાકર"નિમિત્ત હેત નું સ્થળ:- nisarg_thakar_
પાયાનો પત્થર છું, અડીખમ દીવાલ નથી, બસ, થોડોક હકીકતોથી અજાણ છું હું, બાકી કોઈ અજાણ નથી... કે આપણી વચ્ચે હવે પહેલાં જેવું વ્હાલ નથી. :- નિસર્ગ ઠાકર"નિમિત્ત" IG:- nisarg_thakar_
લાખો લોકોથી સદાય ધબકતાં આ અમદાવાદમાં એક મુકામ ખાલી હતું... રસ્તો દોરતાં તારા પગલાં નિહાળતા ભાળ મળી... કે આખુંય અમદાવાદ તો તને જ નિહાળતું હતું.. :- નિસર્ગ ઠાકર"નિમિત્ત" Ig: nisarg_thakar_
...
આ બાબુ શોનાના જમાનામાં.. મેં તારું નામ હજુ પણ વ્હાલી રાખ્યું છે, તારા ખાલીપામાં રઝળપાટ કરતાં મનની શાંતિ માટે... મેં આ મૈખાનાનું નામ ટાંક્યું છે, ને મદિરાએ એમ થોડી મારસે મને મારી વ્હાલી... અરે શાયદ સાકી એ જાણે છે... કે મે તો તારા હાથે... નફરત ભરેલ જામ ચાખ્યું છે... :- નિસર્ગ ઠાકર"નિમિત્ત" IG :- nisarg_thakar_
લાગણીઓ એટલી બેફામ રીતે વહી જાય છે, મૌનની મજબૂત દીવાલમાં પણ તિરાડો પડી જાય છે, જો વ્યક્ત કરવા જાઉં એમની પાસે જરાક, ત્યાં જ તો એ.... એમની ઢળેલી જુલ્ફોથી કત્લેઆમ કરી જાય છે. :- નિસર્ગ ઠાકર"નિમિત્ત" IG: nisarg_thakar_
કવિ શ્રી રમેશભાઈ પારેખ દ્વારા લખાયેલ પ્રેમની લાગણીઓને તરબતર કરી નાખે તેવી સુંદર મને અંગત રીતે બહું જ ગમતી એવી કવિતા "ન મોકલાવ". આંખોમાં આ રીતે દ્રશ્યો ન મોકલાવ, ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ, ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ, રહેવાદે તું મને ગજરો ન મોકલાવ,. તું આવ કે પાડી રહ્યો છું હું સાદ તને, પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ, ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે, હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ, થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ, તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ. - કવિશ્રી "રમેશ પારેખ"
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser