Quotes by Niral Somaiya in Bitesapp read free

Niral Somaiya

Niral Somaiya

@nirals


અવસરો નાં આગમન થી આંસુ નાં અવતરણ સુધી,
લીલી વનરાજી નાં વન થી અફાટ સૂકાં રણ સુુધી;
કુદરત ની ઘટમાળ તો નિરંતર ચાલે જ છે દોસ્ત,
એમાં જ આપણે જીવીએ છે જનમ થી મરણ સુધી.

Read More

શમણાં સમ આવીને ચાલ્યા ગયા તમે એમ જ,
હસી થોડું મુજને હસાવતા ગયા તમે એમ જ;
આપ્યો સાથ એ તમારી મહેરબાની જ હતી વ્હાલા,
પણ બદલા માં ઘણું રડાવી ગયા તમે એમ જ.
~નિરલ સોમૈયા"નિલ"

Read More

Badha notification kai rite joi shakay ? help me..... plzzzz

આંખો માં સપના રંગ-બેરંગા તું ભરી તો જો,
સાચા દિલ થી એકવાર ભરોસો તું કરી તો જો;
આવવું પડશે રણછોડ બનીને માધવ ને પણ,
મીરાં બની વિષ કટોરો અધરે તું ધરી તો જો.
~નિરલ સોમૈયા"નીલ"

Read More

plz read my last post then continue here...

પાછા વળતાં પંખી ની ચહેકાટ ભૂલાવતી જાતી જે;
તારા કર કંકણ ની રણકાર જ કંઇક ખાસ હતી.
તાલ મિલાવતી ડગલે પગલે ઘટા જાણે સરસરતી;
તારી પાયલ ની છમછમ, લાગ્યો એનો લિબાસ હતી.
કરતી મદમસ્ત મને ત્યારે મોસમ ની એ માદકતા,
પ્રસરેલી એનાં કણકણમાં તારા તન ની ભીનાશ હતી.
થયું વીતી જાય આ જીંદગી આમ જ "નીલ" ગગન તળે;
દુનિયા સમાઈ હતી તારા માં ને તું જ આસપાસ હતી.

~નિરલ સોમૈયા "નીલ"

Read More

તારો અહેસાસ

એક સાંજ ની વાત તને કહું, શું એની લાલાશ હતી !
તારી એ વિખરયેલી ઝુલ્ફોં, જાણે એનો પાશ હતી.
રાહ જોતી ઊભી ક્ષિતિજે ખીલવા સંધ્યા ઉતાવળી;
એને પણ જાણે તારી પાંપણ ઝુકવાની આશ હતી.
લાગી એ વહેતી હવાઓ ફોરમતી ને મઘમઘતી;
ખૂબ એમાં ઓતપ્રોત, તારા શ્વાસોની સુવાસ હતી.
કોલાહલ જગ નો હાર્યો કર્ણ ને સ્પર્શવા ખૂબ મથી;
દુર રાખતી જે એને એ તારી વાતોની મીઠાશ હતી.
ચાંદ પણ શરમાતો હતો, દેખાતો ન'તો એ શેહ થી;
ચાંદની ને હરાવી દેતી, તારા મુખની નમણાશ હતી.

to be continue....

Read More

એક પોર નો ગરીબ બ્રાહ્મણ બીજો દ્વારકા માં વસતો તો,
મળવા ખાતર હરી ને જાતો રાહ બધાં ને પૂછતો તો;
શું એની મિત્રતા માં તાકાત હશે અંદાજો તો લગાવી જુઓ,
ત્રિલોક નો સ્વામી કાનુડો પીતાંબર થી પગ એનાં લુંછતો તો.
~નીરલ સોમૈયા "નીલ"

Read More

જયાં જુઓ ત્યાં એકસમાન કહાની હોય છે,
ક્યાંક લંગર તો ક્યાંક મિજબાની હોય છે;
કોઈ ઝરૂખે તો કોઈ ઝુપડેં ઊભી તલસીયા કરે છે,
કેવી અજબ ની આ સોચ ઇન્સાની હોય છે !?!

~નીરલ સોમૈયા "નીલ"

Read More

મંઝિલ વગર નાં રસ્તાઓ પર ભટક્યા કરૂં છું હું,
એક નિર્જીવ આશા નાં તાંતણે લટકયા કરૂં છું હું;
આંખો નાં સમંદર માંથી અશ્રુમોતી નથી કાઢતો દોસ્ત,
બાકી અંદર તો ઝરમર વરસાદ સમો ટપકયા કરૂં છું હું.

~નિરલ સોમૈયા "નીલ"

Read More

આંખ ની આરઝૂ, હોઠ નું હાસ્ય અને દિલ ની દાતારી જ્યારે એક સાથે તમારા મા જાગે ને ત્યારે માનવું કે તમે સાચા અર્થ મા માણસ બન્યાં છો.

-નીરલ

Read More