Quotes by Alankrita in Bitesapp read free

Alankrita

Alankrita

@nimumakwana151950


રસ્તો જોતા રહીશું તો ચાલવાનું શીખીશું ક્યારે!
ભીડ જોતા રહીશું તો આગળ વધશું ક્યારે!
તડકો તો રહેશે જ આખા રસ્તે,
તાપ જોતા રહીશું તો સોનુ બનીશું ક્યારે!
પોતાના માંથી બહાર નહિ નીકળીએ તો અસ્તિત્વ પામીશું ક્યારે!
રસ્તો તો જેમ છે એ જ પ્રમાણે રહેશે,
પોતે પણ નહીં બદલાઈશું તો મંઝીલ પર પહોંચીશું ક્યારે!
ખાડા માં એક વાર નહિ પડીશું તો ઉઠીશું ક્યારે!
લપસણી ઓ નહિ આવે તો પોતાને સંભાળતા શીખીશું ક્યારે!
આજ તો છે જિંદગી... થોડી આશા-નિરાશા ને હાર-જીત,
આ બધા શબ્દો નહીં સમજીશું તો જીવન જીવીશું ક્યારે!!..

Read More

my first post.. plz follow me guys ?