Quotes by Nikhil Chauhan in Bitesapp read free

Nikhil Chauhan

Nikhil Chauhan Matrubharti Verified

@nikhil007
(1.2k)

લાગતું હતું આ દિવો અજવાળું કરશે જીવનમાં
પણ એ જ દીવો જીવનમાં અંધારું કરી જતો રહ્યો...

- કૈફી માણસ ( નિખિલ ચૌહાણ)

Read More

હા ઓછો હતો.....
પ્રેમ નહિ....વિશ્વાસ
એટલે જ આપણે આજે અલગ અલગ કિનારી ઊભા છીએ...

- કૈફી માણસ

તને જોઈ તો એવું લાગ્યું કે
ખુદને મેં અરીસામાં જોયો....

- કૈફી માણસ

હોઠ તો ક્યારનાં સીવી દીધાં મેં
હવે માત્ર આંખોથી પ્રતિકિયા આપું છું

એક પાપ સાથે સઘળાં પુણ્ય ધોવાઈ જાય છે
તારું નામ પડે ને મારું મન ક્યાંક ખોવાઈ જાય છે

- કૈફી માણસ

નથી કોઈ ઈર્શાદ કહેવાનું નથી કોઈ ઉસ્તાદ કહેવાનું
મહેફિલમાં નવોદિતોને આવો બેસો, કોઈ નથી કહેવાનું

- કૈફી માણસ

Read More

મને જે આવડે છે એ પ્રમાણે લખું છું
શબ્દોથી નહિ હું લાગણીથી લખું છું

વિચારી વિચારીને લખે હર કોઈ
હું તો વગર વિચારે બેફામ લખું છું

તારા સ્મરણો ને વાગોળીને લખું છું
શબ્દોના આવે યાદ તો નામ તારું લખું છું

આંસુઓને આંખમાં દબાવીને લખું છું
જીવનની હોય છેલ્લી ગઝલ એમ લખું છું

Read More

જો સવાર ને સાંજ ભળી શકે છે
તો તું પણ મને મળી શકે છે

ભગવાનમાં થોડો વિશ્વાસ રાખ
જે ધાર્યું એ પણ તને મળી શકે છે

પૂરો નહિ તો મને અર્ધે સુધી સાથ આપો
કદાચ કોઈ દુર્ઘટના મારી સાથે બની શકે છે

જો હોય પ્રેમ તો તરત ઈઝહાર કરી દે
હું હોઉં બીજાની બાહોમાં એવું બની શકે છે

Read More

કોણે કહ્યું કે જનમ પૂરો થયો
માણસ મર્યો ને કવિનો ઉદય થયો

સાથ નિભાવવાની વાત આવી જ્યારે
એમણે કહ્યું કે હવે સમય પૂરો થયો

થોડા માંગ્યા'તા મેં સપના ઉધાર એમની પાસે
તેઓ મને સમજે તે પેલાં જ સંબંધ પૂરો થયો

આ એ જ વ્યક્તિ નથી જેવું મને લાગતું હતું
અરમાનો તૂટયાં જ્યારે સચ્ચાઈનો સામનો થયો


- કૈફી માણસ

Read More