Quotes by Nency R. Solanki in Bitesapp read free

Nency R. Solanki

Nency R. Solanki Matrubharti Verified

@nency610
(82)

Nobody can feel,
Nobody can heal!

- Nency R. Solanki

તું મને સમજવા નથી માગતો,
એટલે હું તને નથી સમજતી,

મારો કોઈ બદઈરાદો નથી,
પણ! તારી આ રીત મને નથી ફાવતી!
- Nency R. Solanki

Read More

કંઇક તો રસ્તો શોધવો જ પડશે,
જીવવા માટે!
- Nency R. Solanki

કોઈ એક ઘટના,વ્યક્તિ કે વસ્તુ પાછળ રીબાઈને જીવવું એના કરતા જીવનમાં આગળ વધવું એ સારી બાબત છે. આગળ વધવા માટે થોડો સંઘર્ષ થશે પરંતુ જેમ જેમ આગળ વધશો તેમ તેમ વધુ ખુશ થશો. તમે માનશો કે પ્રભુએ જે યોજનાઓ ઘડેલી છે એ તમારી પોતાની ઘડેલી યોજનાઓ કરતા ઘણી સારી અને સુંદર છે. જીવનને એક આનંદ તરીકે સ્વીકારવું અને સ્વીકાર્યા બાદ આનંદ તરીકે જ જીવવું એ પોતાનામાં હાસિલ કરેલી એક સૌથી મોટી અચીવમેન્ટ છે.
- Nency R. Solanki

Read More

હું નજરઅંદાજ કરું એ દુઃખ આપે છે તને?
પણ ! મારી મૌજુદગી ક્યાં સુખ આપે છે તને!
- Nency R. Solanki

એ પ્રેમ ગયો, એ સમય ગયો!
એ હાથનો હથેળીથી સ્પર્શ ગયો!

તને પામવા જેટલી મથી છું હું,
એટલો જ મારાથી દુર તું ગયો!
~ Nency Raj Solanki

Read More

તમે માંગ્યું એ આપ્યું, લાગણીવશ થઈ તમે ન માંગ્યું એય આપ્યું,
તોયે અમારી ઈચ્છાઓ કેમ? માત્ર ગુબ્બારો બનીને આભમાં ચડ્યું?
- Nency R. Solanki

Read More

દવા છાંટી ત્યારે એ વાતનો ખ્યાલ હતો કે જીવાત મરી જશે,
પણ!
પ્રેમ પાંગર્યો ત્યારે એ વાતનો ખ્યાલ ન હતો કે જીવાત જેમ ખોતરીને ખાઈ જશે!
- Nency R. Solanki

Read More

છોડવાને પાણી પાજો બળી જાય એ પેલા,
સંબંધને સમય આપજો ખડી જાય એ પેલા!
- Nency R. Solanki

દુઃખ માત્ર એક વાતનું રહેશે,...
જેને મારા નેણ ઊંચા થવાથીય ફરક પડતોતો,
એને મારા ચોધાર અશ્રુઓ પણ અસર નથી કરતા!
- Nency R. Solanki

Read More