Quotes by Neelam Vyas in Bitesapp read free

Neelam Vyas

Neelam Vyas

@neelamvyas1595


કેવી અદભૂત કૃપા!
પૂર્વજોના અસ્થિમાંથી
બનેલા હતા પાસા
શકૂનિના, ધારે તેવી ચાલ
ને વળી ઈશારાના દાસ
પણ ચાલ્યો અધર્મના માર્ગે
સ્વાર્થ ખાતર એટલે જ
તો સમૂળ થયો નાશ!
સ્વીકારવું જ રહ્યું કે
ભલેને મળ્યું હોય સઘળુ
વારસામાં પણ
ભૂલ્યા જો નીતિ ક્યારેય
તો કર્મફળનું પાસુ તો
ઈશ્વર હાથે જ છે!
#પાસુ

Read More